Vote માટે નોટ, ભાજપના ખેસ પહેરીને લોકોને પૈસાની વહેંચણી, જાણો શું છે સત્ય ?
હાલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ તૈયારી ચાલી રહી છે ત્યારે આરોપોની રાજનીતિ પણ તેજ બની છે. મતદારોને રિઝાવવા માટે લોભ લાલચ આપવામાં આવી રહી છે અને તેની વચ્ચે જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોને લાઈનમાં બેસાડીને પૈસા વેચવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ચૂંટણી પહેલા પૈસાની લ્હાણી,ભાજપ કાર્યકરનો પૈસા આપતો વીડિયો વાયરલ થતાં તંત્ર એલર્ટ#BJP #GujaratElections2022 #GujaratElections #Election2022 #news #bjpcandidate #Video #viralvideo #news #Politics #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/BUSxR3mZGI
— Hum Dekhenge News (@humdekhengenews) November 29, 2022
ચૂંટણીના પ્રચાર વચ્ચે બનાસકાંઠાના દાંતા વિસ્તારોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો લાઇનમાં બેઠા છે તો ભાજપનો ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ રૂપિયાની વહેંચણી કરી રહ્યા છે. જેના પર ભાજપના નેતાઓ પર આરોપ લાગી રહ્યા છે. બનાસકાંઠાની દાંતા બેઠક પરથી લઘુભાઈ પારઘી ભાજપના ઉમેદવાર છે.
નોંધનીય છેકે, દાંતા વિધાનસભામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે, એટલેકે અહીં પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. મતદાન અગાઉ વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયો કોણે બનાવ્યો અને ખરેખર તે કાર્યકર્તાઓ ભાજપના હતા કે નહીં તે કહેવું મુશ્કેલ છે. તેમજ લઘુભાઈ પારઘીના સમર્થકો કે હમ દેખેંગે ન્યૂઝ વીડિયોની પુષ્ટિ કરી રહ્યું નથી.
આ પણ વાંચો : મતદાનના ગણતરીના કલાકો પહેલા રાજકોટમાં અચાનક પાટીલ અને ભીખુ દલસાણીયાની બેઠક