ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષ

લગ્ન કે છૂટાછેડાનાં સોગંદનામાં નોટરી કરી જ ન શકેઃ સરકારે પરિપત્ર દ્વારા કરી સ્પષ્ટતા, જાણો પૂરી વિગત

નવી દિલ્હી, 14 ઑક્ટોબર, 2024: ગુજરાતમાં અને દેશમાં નોટરી મારફત કરવામાં આવતાં સોગંદનામાં કરારના આધારે થયેલા લગ્ન કે છૂટાછેડા માન્ય નહીં ગણાય અને તે ગેરકાયદે રહેશે તેવો પરિપત્ર સરકાર દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારના કાયદા વિભાગના પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોગંદનામામાં કરારના આધારે લગ્ન કે છૂટાછેડા કરાવવા નોટરીને કોઈ અધિકાર નથી.

ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર નોટરી મારફતનાં કરાર થકી છૂટાછેડા લઈ લેવાતા હોવાનું વ્યાપક ચલણ છે. તેને ધ્યાનમાં લઈને આ પરિપત્રમાં એવી પણ ચીમકી આપવામાં આવી છે કે આ પ્રકારના કરાર કરનારા નોટરી સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

કાયદા મંત્રાલયના નાયબ સચિવ દ્વારા જારી થયેલા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નોટરી કાયદાની કલમ 8 તથા નોટરી કાયદા 1956 ના નિયમ 11 ના પેટા નિયમ 8 માં લગ્ન કે છૂટાછેડા કરાવવાનું નોટરીના અધિકાર ક્ષેત્ર કે કાર્યવાહીમાં આવતું ન હોવાનું સ્પષ્ટ સૂચવાયું છે. આ કાયદાકીય નિયમો અંતર્ગત નોટરી લગ્ન કે છુટાછેડાનાં સોગંદનામાં નોટરાઈઝડ કરી શકતા નથી. નોટરી કાયદા 1952 કે નોટરી નિયમ 1956 હેઠળ નોટરી લગ્ન કે છૂટાછેડાને પ્રમાણિત કરવાના અધિકારો ધરાવતા નથી. તેઓની નિયુકિત લગ્ન અધિકારી તરીકેની નથી.

નોટરી અંગે પરિપત્ર - HDNews
નોટરી અંગે પરિપત્ર –
નોટરી અંગે પરિપત્ર - HDNews
નોટરી અંગે પરિપત્ર –

ગુજરાત સહિત દેશભરમાં પરસ્પરની સહમતીથી નોટરી પાસે સોગંદનામું કરીને લગ્ન કે છૂટાછેડા કરાવી લેવાતા હોય છે. વળી આ અંગે સંબંધિત સતામંડળ સમક્ષ કાયદાકીય રીતે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. અનેક કિસ્સાઓમાં વિવાદ વખતે આવાં સોગંદનામાં અમાન્ય રહે છે અને તેને કારણે ભરણપોષણ તથા સંતાનોની કસ્ટડી જેવા મુદાઓ પર અદાલતી કેસ થયા છે. અદાલતમાં પણ એફિડેવીટ આધારિત છૂટાછેડાને માન્ય ગણવામાં આવતા નથી. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નોટરી નિયમો 1956 ના નિયમ 13 નું સંબંધિત નોટરીઓએ પાલન કરવું ફરજીયાત છે, અન્યથા નોટરી કાયદાની કલમ 13 ની પેટા કલમ ડી તથા નોટરી નિયમ 1956 ના નિયમ 13 ના પેટા નિયમ 12 9બી) હેઠળ પગલાં લેવાશે અને કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચોઃ વિકાસ સપ્તાહ: બોટાદ અને ભાવનગર જિલ્લામાં યોજનાઓનાં લોકાર્પણ – ખાતમુહૂર્ત થયાં

Back to top button