ઉત્તર ગુજરાતગુજરાત

ગાંધીનગરમાં ઈમ્પેક્ટ કાયદા અંતર્ગત ટૂંકા ગાળામાં નોંધનીય કામગીરી, 291 અરજીઓ પર કાર્યવાહી

Text To Speech

રાજ્યના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનો કાયદો ઘડ્યો હતો. જેમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવામાં આવે છે. આ કાયદા અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસુલવામાં આવતા ઇમ્પેકટ ફી માં કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો સામે આવી છે. જેમાં ગાંધીનગર વિસ્તારમાં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ પર કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો હાલ સામે આવી છે.

અત્યાર સુધી કુલ 291 અરજીઓ આવી

ગાંધીનગર મહાનગરપાલિકામાં બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે અત્યાર સુધી કુલ 291 ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલ છે. જેમાંથી 88 અરજીઓ એવી છે જેમાં જ્યાં સુધી અરજદાર દ્વારા સ્ક્રુટીની(ચકાસણી) ફી ભરવામાં ન આવે ત્યાં સુધી તેવી અરજીઓ પર કોઈ કાર્યવાહી કરી શકાય એમ નથી. બાકીની 203 અરજીઓ પૈકી 9 અરજીઓ જે દસ્તાવેજની ચકાસણીમાં છે, 12 અરજીઓ સ્થળ તપાસની પ્રક્રિયામાં છે, 108 અરજીઓ કે જે અરજાદારના ખૂટતા દસ્તાવેજો મંગાવવા માટે પત્ર દ્વારા જાણ કરેલ છે. તેમજ 73 અરજીઓ પર કાર્યવાહી પ્રગતિમાં છે.

ઈમ્પેક્ટ કાયદો-humdekhengenews

મેયર હિતેશભાઈ મકવાણાએ આપી ખાતરી

ગાંધીનગર મહાનગરપાલિકાની ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી કાયદા-2022ની જાહેરાત કરવાની સાથે તુરંત જ કામગીરી હાથ ધરીને ખૂબ જ ટૂંકા ગાળામાં નોંધનીય કામગીરી કરવામાં આવી છે. તેમજ ઈમ્પેક્ટ ફી કાયદા -2022નું અમલીકરણ મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકાને કરવાનું હોવાથી તેને લગતી કોઈ પણ પ્રકારની રજૂઆતો ઈન્જિનિયર એસોસિયેશન તેમજ અરજદારો દ્વારા આજ દિન સુધી મળેલ નથી, જો ભવિષ્યમાં કોઈપણ પ્રકારની રજૂઆત આવશે તો તેનું સુચારૂ નિરાકરણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવી મેયર હિતેશભાઈ મકવાણા દ્વારા ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં ફેરફાર, આ મોટા નેતાઓને સોંપી નવી જવાબદારી

Back to top button