ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

આજે નહીં પણ આવતીકાલે ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે, આ તારીખે બે ફેઝમાં થઈ શકે છે મતદાન

Text To Speech

નવી દિલ્હી/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે. તમામ રાજકીય પક્ષ તૈયાર છે, મૂરતિયાઓની પણ યાદી બનાવવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણી પંચ રાજ્યમાં ચૂંટણીની તારીખ ક્યારે જાહેર કરશે તે અંગે અનેક અટકળો જોવા મળી રહી છે. મળતી વિગત મુજબ ચૂંટણી પંચ 3જી નવેમ્બરે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. જ્યારે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં પહેલા તબક્કાનું અને ડિસેમ્બરની શરૂઆતમાં બીજા તબક્કાનું મતદાન થઈ શકે છે. તો 13-14 તારીખે કમૂર્હતા શરૂ થાય તે પહેલાં જ એટલે કે 13-14 ડિસેમ્બર પહેલા જ નવી સરકાર શપથ પણ લઈ શકે છે.

આજે નહીં પરંતુ આવતીકાલે ચૂંટણીની જાહેર થઈ શકે છે
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી તારીખની જાહેરાત કરી જે બાદ વિપક્ષ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યાં છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપની આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી. ત્યારે આવતીકાલે એટલે કે 3જી નવેમ્બરે ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે.

બે તબક્કમાં થઈ શકે છે મતદાન
મળતી વિગત મુજબ આ વખતે પણ ચૂંટણી બે તબક્કામાં જ યોજાઈ શકે છે. પ્રથમ તબક્કાનું મતદાન 29 નવેમ્બરની આસપાસ, જ્યારે બીજા તબક્કાનું મતદાન 4 ડિસેમ્બરની આસપાસ યોજાઈ શકે છે. તો પરિણામ 8મી ડિસેમ્બર જાહેર થઈ શકે છે. તો નવી સરકાર કમૂર્હતા શરૂ થાય તે પહેલાં, એટલે કે 11 કે 12 ડિસેમ્બરે શપથ લઈ શકે છે.

Back to top button