અમદાવાદગુજરાત

ભણતરનું નહીં પરંતુ દફતરનું ભાર થશે ઓછું, પરિપત્ર જાહેર

Text To Speech
  • નરોડાના ધારાસભ્યની રજુઆત ધ્યાને લેવાઈ.
  • જિલ્લા શિક્ષણાઘિકારીએ જાહેર કર્યો પરિપત્ર, બાળકના વજનનાં 10માં ભાગથી વધુ ભાર બેગનો ના હોવાનો ઉલ્લેખ.

નાની ઉંમરમાં બાળકો તેમના વજન કરતાં પણ વધું વજન વાળા દફતર લઈને શાળાએ જતાં હોય છે, ત્યારે આગળ જતાં અનેક બાળકોને કમર દર્દ કે કંઈ પણ શરીરની સમસ્યા થતી હોય છે. ત્યારે આ મુદ્દાને ધ્યાને લઈને નરોડાના ધારાસભ્યએ જિલ્લા શિક્ષણાઘિકારીને પત્ર લખીને બાળકોનો ભાર ઓછો કરવાની રજુઆત કરી હતી.

દફતરનું ભાર થશે ઓછું:

ધારાસભ્યની રજુઆતને ધ્યાને લઈને હવે જિલ્લા શિક્ષણાઅઘિકારી દ્વારા તમામ શાળાઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે, કે શાળાએ બિનજરુરી પુસ્તકો ન મંગાવવા બાબતે આદેશ કર્યો છે. હવે બાળકોના દફતરનું ભાર થશે ઓછું. તેમજ બાળકોના વજનના 10માં ભાગનું જ બેગનું વજન હોવું જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે.

નરોડા ધારાસભ્યની રજુઆત કરતો પત્ર-HDNEWS
નરોડા ધારાસભ્યની રજુઆત કરતો પત્ર

ભારે દફતર પાછળ વાલીઓ પણ જવાબદાર

વાત જ્યારે નાના બાળકોના ભારે સ્કૂલ બેગની હોય તો ઘણીવાર આમાં માત્ર શાળાજ નહીં પરંતુ બાળકના માતા-પિતા પણ જવાબદાર રહેતા હોય છે, કારણકે હવે ઘણી શાળાઓ આ બાબતનું ધ્યાન રાખવા લાગી છે. જેમકે બાળકને જે-તે લેક્ચર આવતા હોય તેના જ પુસ્તકો શાળામાંથી મંગાવવામાં આવતા હોય છે. પરંતુ વાલીઓની આળસના કારણે રોજ જેમ હોય તેમ જ બેગ લઈને બાળકને શાળાએ મોકલી દેતાં હોય છે. જેથી તેઓ પણ જવાબ દાર છે.

સ્કૂલની સાથે બાળકના દરેક વાલીએ પણ આ બાબતનું ધ્યાન રાખવું પડશે, તો દફતરનું ભાર થશે ઓછું. નિયમ મુજબ બાળકના વજનના 10માં ભાગનું જ બેગનું વજન હોવું જોઈએ.

આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસા આદર્શ શાળામાં વિદ્યાલયની વંદનાને શિક્ષણ મંત્રીએ બિરદાવી

Back to top button