આત્મહત્યા નહીં, પરંતુ પોલીસના ત્રાસથી મૃત્યુ: અનુજ થાપનના પરિજનોએ પોલીસ પર ઉઠાવ્યા સવાલ
- સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપી અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં થયું હતું મૃત્યુ
મુંબઈ, 2 મે: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપી અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. મુંબઈ પોલીસનો દાવો છે કે અનુજે જેલના બાથરૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. જ્યારે અનુપ થાપનના પરિવારજનોએ મુંબઈ પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, અનુપ થાપનનું આત્મહત્યાથી નહીં, પરંતુ પોલીસના ત્રાસના કારણે મૃત્યુ થયું છે. અનુજ થાપન પંજાબના ફાઝિલ્કા જિલ્લાના સુખચૈન ગામનો રહેવાસી હતો. પોલીસ કસ્ટડી હેઠળ તે જેલમાં હતો. આ દરમિયાન પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે તેણે જેલના બાથરૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે કાર્પેટમાંથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો. તે
મૃતકના પરિવારજનો અને ગ્રામજનોનું શું કહેવું છે?
ગામના સરપંચ મનોજ કુમાર ગોદારાનું કહેવું છે કે, અનુજે આત્મહત્યા નથી કરી, પરંતુ પોલીસ કસ્ટડીમાં ત્રાસને કારણે તેનું મૃત્યુ થયું છે. તેણે કહ્યું, ‘આ આત્મહત્યા નથી, હત્યા છે. મહારાષ્ટ્ર બહારની એજન્સી દ્વારા આની તપાસ થવી જોઈએ. મૃતક અનુજના ભાઈ અભિષેક થાપને જણાવ્યું કે, “તે એક ગરીબ પરિવારનો હતો. તેનો ભાઈ અનુજ ટ્રક કંડક્ટર હતો. તેણે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. હું તેના માટે ન્યાય માંગું છું.”
#WATCH | Anuj Thapan, the accused in Salman Khan residence attack case, passed away after he attempted suicide in custody today, say Mumbai Police.
The accused’s brother Abhishek Thapan, a resident of Sukhchain village in Punjab’s Abohar, says, “Anuj was taken by Mumbai Police… pic.twitter.com/VpFGJ4PyQw
— ANI (@ANI) May 1, 2024
દરમિયાન, મૃતકના મામા રજનીશ કહે છે કે, અનુજનું ઉચ્ચ સુરક્ષા જેલમાં મૃત્યુ એ મુંબઈ પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. તેની તપાસ થવી જોઈએ, મારા ભત્રીજાએ આત્મહત્યા નથી કરી પરંતુ પોલીસ કસ્ટડીમાં તેની હત્યા થઈ છે.’ આ મામલામાં મુંબઈ પોલીસે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુનો રિપોર્ટ નોંધાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અનુજ થાપનને શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાને હથિયારો સપ્લાય કરવાના આરોપમાં સોનુ કુમાર બિશ્નોઈ સાથે પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સાગર અને વિકી પહેલેથી જ મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે.
અગાઉ પણ આરોપીઓ સામે કેસ નોંધાયેલા
અગાઉ ચારેય આરોપીઓ સામે IPC અને આર્મ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે શૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલ તેમજ સોનુ બિશ્નોઈ અને અનુજ થાપન પર મકોકા લગાવ્યો હતો. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેનો ભાઈ અનમોલ પણ આરોપી છે. તેની સૂચના પર, વિકી અને સાગરે 14 એપ્રિલ 2024ના રોજ બાંદ્રા પશ્ચિમમાં સલમાન ખાનના ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર ગોળીબાર કર્યો હતો.
આ પણ જુઓ: ઝારખંડ કોંગ્રેસનું X હેન્ડલ બ્લોક, જાણો કેમ થઈ આ કાર્યવાહી