રોહિત-વિરાટ નહીં, વર્ષ 2023માં આ ખેલાડીને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો, જાણો કોણ ?
- ગૂગલે 2023માં સૌથી વધુ સર્ચ થયેલા નામની યાદી બહાર પાડી છે. આ વર્ષે વિરાટ અને રોહિત શર્માની જગ્યાએ યુવા ખેલાડીને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે.
HD ન્યૂઝ ડેસ્ક, 12 ડિસેમ્બર: વર્ષ 2023માં ક્રિકેટની દુનિયામાં ઘણી મોટી ટૂર્નામેન્ટ રમાઈ છે. જેમાં ઘણા યુવા ખેલાડીઓએ ચાહકોના દિલ જીત્યા છે. વર્ષ 2023 પૂરું થવામાં છે. ત્યારે દર વર્ષની જેમ ગૂગલે આ વર્ષનો ગૂગલ ટ્રેન્ડ એટલે કે 2023માં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ વર્ષે ભારતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની જગ્યાએ એક યુવા ખેલાડીને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે.
વર્ષ 2023માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ખેલાડી
ગૂગલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ભારતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં શુભમન ગિલને વધુ સર્ચ કરવામાં આવ્યો છે. શુભમન ગિલ આ વર્ષે ગૂગલ પર ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ખેલાડી છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર બીજા સ્થાને છે. ત્યારે વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવનાર મોહમ્મદ શમી આ યાદીમાં ત્રીજા નંબર પર છે.
2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ખેલાડીઓ
- શુભમન ગિલ,
- રચિન રવિન્દ્ર,
- મોહમ્મદ શમી,
- ગ્લેન મેક્સવેલ,
- ડેવિડ બેકહામ.
સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં આઈપીએલ આગળ નિકળી ગઈ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં સૌથી આગળ છે. આ વર્ષે ODI વર્લ્ડ કપ પણ રમાયો હતો, 4 વર્ષે યોજાતો વર્લ્ડ કપ આ વર્ષે યોજાયો હતો છતાં ક્રિકેટ ચાહકોએ આ વર્ષે IPLને સૌથી વધુ સર્ચ કર્યું છે. ત્યારે આ યાદીમાં મહિલા પ્રીમિયર લીગ પણ સામેલ છે.
2023માં Google પર સૌથી વધુ સર્ચ થયેલી સ્પોર્ટ્સ ઇવેન્ટ
- ઈન્ડિયન પ્રીમિયર લીગ,
- ક્રિકેટ વર્લ્ડ કપ,
- એશિયા કપ,
- મહિલા પ્રીમિયર લીગ,
- એશિયન ગેમ્સ.
2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી ક્રિકેટ મેચ
- ભારત VS ઓસ્ટ્રેલિયા
- ભારત vs ન્યૂઝીલેન્ડ
- ભારત vs શ્રીલંકા
- ભારત vs ઈંગ્લેન્ડ
- ભારત vs આયર્લેન્ડ
આ પણ વાંચો: ભારતમાં હવે પિંક બોલ ટેસ્ટ નહીં રમાય, જાણો-BCCIએ કેમ લીધો આ નિર્ણય?