હિમાચલમાં મુખ્યમંત્રીની રેસમાં પ્રતિભા સિંહનું નામ નહીં, કોંગ્રેસના આ ત્રણ નેતા બની શકે છે CM
શિમલાઃ હિમાચલમાં સત્તા પરિવર્તની પ્રથા યથાવત રહી છે. ભાજપ પછી કોંગ્રેસે હિમાચલમાં પૂર્ણ બહુમતીની સાથે 40 સીટ જીતી છે. પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે હજુ સુધી કોંગ્રેસ મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં અસફળ રહ્યું છે. ચર્ચામાં ક્યારેય પ્રતિભા સિંહનું નામ આગળ રહે છે તો ક્યારેક અન્ય નેતાનું. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુબ હવે હિમાચલમાં મુખ્યમંત્રીના પદ માટે ત્રણ અન્ય નામ આગળ ચાલી રહ્યાં છે. જેમાં પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ સુખવિંદર સિંહ, સીપીએલ નેતા મુકેશ અગ્નિહોત્રી અને રાજેન્દ્ર રાણાને CMની રેસમાં આગળ માનવામાં આવે છે.
ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી બનશે CM
કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદનું નામ પસંદ કરવાનું કામ ઘણું જ કઠિન લાગે છે. જો કે કોંગ્રેસ હાઈકમાન દ્વારા સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહને મુખ્યમંત્રી પદ માટે કોઈ સમર્થન નથી મળી રહ્યું. પરંતુ કોંગ્રેસના અન્ય નેતા બીજી બાજુ અને પ્રતિભા સિંહને સતત સમર્થન કરી રહ્યાં છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા. આ ઉપરાંત પ્રતિભા સિંહ માટે મોટી સંખ્યામાં સમર્થકોએ કોંગ્રેસના શિમલા મુખ્યાલયની બહાર એકઠા થયા હતા. તેઓ તેમને હિમાચલના મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિમાચલમાં મુખ્યરૂપથી માત્ર CM પદ માટે ત્રણ નામ સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રી અને રાજેન્દ્ર રાણા સામેલ છે. પ્રદેશમાં જે કોઈ મુખ્યમંત્રી બનશે તે આ ચૂંટાયેલા ધારાસભ્યમાંથી જ બનશે.
પ્રતિભા સિંહને મુખ્યમંત્રી પદ તરીકે યોગ્ય ન માનવાનું કારણ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન પ્રતિભા સિંહને એટલા માટે મુખ્યમંત્રી પદ માટે યોગ્ય નથી માની રહ્યાં કેમકે તેમને લાગે છે કે જો તેઓ મુખ્યમંત્રી બનશે તો પછી કોંગ્રેસે બે પેટાચૂંટણી કરાવવી પડશે. જેમાં પહેલી પેટાચૂંટણી લોકસભા અને બીજી પેટાચૂંટણી વિધાનસભાની કરાવવી પડશે. કેમકે કોંગ્રેસે મંડીમાં 10માંથી 9 સીટ ગુમાવી છે તો તાત્કાલિક પેટાચૂંટણી કરાવવાથી હાર મળી શકે છે. આ ઉપરાંત સૂત્રોના મત મુજબ પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મંત્રી મંડળમાં ઉચ્ચ પદ આપવામાં આવી શકે છે.
કોંગ્રેસ હાઈકમાન લગાવશે સીએમના નામની અંતિમ મહોર
કોંગ્રેસ હાઈકમાનના સૂત્રોએ પ્રતિભા સિંહના સમર્થનમાં 25 ધારાસભ્યોના સમર્થનની વાત ફગાવી દીધી છે. પરંતુ તેમણે એમ જણાવ્યું કે સુખવિંદર સિંહ માટે સૌથી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. આ પહેલાં શુક્રવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી પદને પસંદ કરવાનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાનને સોંપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે હિમાચલના મુખ્યમંત્રી ચૂંટવાનો નિર્ણય સંપૂર્ણપણે હાઈકમાન પાસે છે. દિલ્હીના CMનું નામ અંતિમ મહોર લાગશે. જો કે કોંગ્રેસ હાઈકમાનની પાસે CM પદની પ્રતિસ્પર્ધામાં ચાર જ નામ સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રી, પ્રતિભા સિંહ અને રાજેન્દ્ર રાાની જ દાવેદારી છે.