ના હોય! ચાવી વિના સ્કૂટી સ્ટાર્ટ કરી શકાય? જૂઓ આ જાદુઈ ટ્રિકનો વીડિયો
- આ જાદુઇ ટ્રિકની મદદથી માત્ર આંગળીના ટચ વડે જ સ્ટાર્ટ થઈ જશે તમારી સ્કૂટી
HD ન્યૂઝ ડેસ્ક, 5 એપ્રિલ: સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. ક્યારેક કોઈ કારને હેલિકોપ્ટરમાં ફેરવે છે તો ક્યારેક કોઈ જુગાડ કરીને ઈંટમાંથી કૂલર બનાવે છે. હવે આવો જ એક નવો જુગાડ વીડિયો (Jugaad Video) વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ ચાવી વગર સ્કૂટરને સ્ટાર્ટ કરવાની નવી યુક્તિ લઈને આવ્યો છે. જેથી કરીને જો તમે ક્યારેય ચાવી ગુમાવો દો છો અથવા ચાવી લઈ જવા માંગતા નથી, તો પણ કોઈ સમસ્યા નહીં થાય કારણ કે સ્કૂટર ફક્ત આંગળીના સ્પર્શ(Fingerprint)થી સ્ટાર્ટ થઈ જશે.
View this post on Instagram
માત્ર આંગળીના સ્પર્શૂથી જ સ્કૂટી ચાલુ-બંધ થઈ જશે!
હકીકતમાં, એક વ્યક્તિએ સ્કૂટરમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર લગાવી દીધું છે, જેના કારણે એન્જિન ચાવી વગર સ્ટાર્ટ થાય છે અને બંધ પણ થઈ જાય છે. મતલબ કે, તમે ચાવી વગર પણ તમારી સ્કૂટી ચાલુ કરી શકો છો. ફક્ત તમારી આંગળીથી સ્પર્શ કરો અને સ્કૂટર ચાલુ થઈ જશે. આ સિવાય તેને બંધ કરવા માટે પણ સ્પર્શ કરવો પડશે. સેન્સર પર આંગળી મૂકતાની સાથે જ ઓટોમેટેડ અવાજ સંભળાય છે કે એન્જિન આપોઆપ સ્ટાર્ટ થઈ જાય છે. તેને ફરીથી સ્પર્શ કરવા પર, ત્યાં અવાજ આવે છે અને એન્જિન બંધ થઈ જાય છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @nitya_tech_world_24 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 73 હજારથી વધુ યુઝર્સ લાઈક કરી ચૂક્યા છે અને 3.2 મિલિયન વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકોને આ વિચાર પસંદ આવ્યો નથી. એક યુઝરે લખ્યું કે, “જો બેટરી ખતમ થઈ જશે તો શું કરશો?” બીજા યુઝરે લખ્યું કે, “તેને દિલ્હીમાં ન ચલાવશો, ટ્રાફિકમાં તેને બંધ કર્યા પછી જ્યાં સુધીમાં તે ફરી ચાલુ થશે ત્યાં સુધીમાં તો પાછળ રહેલા લોકો પાગલ થઈ જશે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “વરસાદમાં શું થશે?” ચોથાએ મજાકમાં લખ્યું કે, “થોડા દિવસોમાં એન્જિન પણ આધાર OTPથી સ્ટાર્ટ થઈ જશે.“
આ પણ જુઓ: તમારા ફોનની બેટરી કઈ એપ્સ ખાઈ જાય છે? જાણો અને અત્યારે જ લો કાળજી