સ્કિન ખરાબ થવાના ડરથી નથી રમતા હોળી? અપનાવો આ ખાસ ટિપ્સ
- રંગોના કેમિકલ્સના કારણે ત્વચા પર થતી આડઅસરથી કેટલાક લોકો તેનાથી દૂર રહે છે. આવી સ્થિતિમાં જો તમે કેટલીક હેલ્થ ટિપ્સ ફોલો કરીને હોળી રમશો તો ત્વચાને સ્વસ્થ રાખી શકશો.
મોટાભાગના લોકો હોળીના તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ કેટલાક લોકો આ તહેવારને દૂરથી માણવાનું પસંદ કરે છે. આમ તો આ તહેવાર દરેકને વત્તે-ઓછે અંશે પસંદ છે, પરંતુ રંગોના કેમિકલ્સના કારણે ત્વચા પર થતી આડઅસરથી કેટલાક લોકો તેનાથી દૂર રહે છે. આવી સ્થિતિમાં જો તમે કેટલીક હેલ્થ ટિપ્સ ફોલો કરીને હોળી રમશો તો ત્વચાને સ્વસ્થ રાખી શકશો.
હોળી રમવા જતા પહેલા યાદ રાખો આ પાંચ ટિપ્સ
ઓઈલ મસાજ
જો તમે હોળી રમવા જઈ રહ્યા છો, તો સૌ પ્રથમ તમારી ત્વચા અને વાળમાં ઘણું બધું તેલ લગાવો અને સારી રીતે માલિશ કરો. આમ કરવાથી ત્વચા અને વાળ પર રક્ષણાત્મક સ્તર બને છે. આ સ્તર ત્વચાના છિદ્રો અને વાળના ક્યુટિકલ્સને જમા થતા રોકે છે.
હોઠની સંભાળ
હોળીના રંગોથી હોઠની ત્વચાને નુકસાન થવાનું જોખમ વધારે છે. તેનાથી બચવા માટેહોઠ પર પેટ્રોલિયમ જેલી લગાવો. તેનાથી હોઠ સખત થવા અથવા ફાટવાની સમસ્યામાંથી રાહત મળશે. તમે હોઠ પર લિપ બામ પણ લગાવી શકો છો.
ફેશિયલ કે બ્લીચ ન કરાવો
હોળી રમ્યા બાદ ઘણા લોકો બ્યુટી ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે હોળીની ઉજવણી પછી તરત જ ત્વચાને ચમકદાર બનાવવા માટે ફેશિયલ અથવા બ્લીચિંગ કરવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. હોળી રમ્યા પછી 3-4 દિવસ સુધી સ્કિન ટ્રીટમેન્ટ કરવાનું ટાળો.
ઘસીને ત્વચાને સાફ ન કરો
જો હોળીનો રંગ ત્વચા પર ખૂબ જ ફેલાઈ ગયો હોય તો તેને એક જ વારમાં સાફ કરવાનો પ્રયાસ ન કરો. ઘસીને ત્વચાને સાફ કરવાનો પ્રયાસ કરવાથી ત્વચાને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.
સનસ્ક્રીન
હોળી રમતા પહેલા, તમારા ચહેરા અને હાથ અને પગ પર સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. તે ત્વચાને પોષણ આપે છે અને તેને રંગોથી થતા નુકસાનથી બચાવે છે. ત્વચા પર એવું સનસ્ક્રીન લગાવો જે ત્વચાને રંગોની સાથે સાથે સૂર્યપ્રકાશથી પણ બચાવી શકે.
હોળીના રંગો દૂર કરવાની સાચી રીત
- ચહેરા, હાથ અને પગ પરથી હોળીના રંગો દૂર કરતા પહેલા ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો.
- ફોમિંગ ફેસ વોશ લો અને તેને ત્વચા પર લગાવો અને થોડી સેકન્ડ સુધી હળવા હાથે મસાજ કરો, તેનાથી રંગ દૂર થશે.
- તમારા ચહેરાને પાણીથી ધોઈને સાફ કરો અને પછી તેને ટુવાલથી લૂછી લો.ધ્યાન રાખો કે તમારે તમારા ચહેરાને થપથપાવીને સૂકવવો જોઈએ.
- કોટન બોલને નાળિયેર તેલમાં ડુબાડો અને પછી તેને આખા ચહેરા પર લગાવો.
- હવે ફેસ વોશ વડે ફરીથી ચહેરો સાફ કરો. તેનાથી કલર સરળતાથી નીકળી જશે.
આ પણ વાંચોઃ જાણો ડીઆરડીઓનું મિશન દિવ્યસ્ત્ર કેટલું વિશિષ્ટ છે, શું છે તેની ખાસિયત?