નેશનલ

રાહુલ ગાંધી જ નહીં, અગાઉ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના આ સાંસદો-ધારાસભ્યોની સભ્યતા પણ રદ થયેલ છે

તાજેતરમાં જ રાહુલ ગાંધીની લોકસભાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. સુરતની સેસન્સ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા કરવામાં આવી છે. જેના લીધે રાહુલ ગાંધીને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. પરંતુ રાહુલ સભ્યપદ ગુમાવનાર પ્રથમ નેતા નથી. આ પહેલા પણ આવા અનેક સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ જતું રહ્યું છે, જેમને કોર્ટે બે વર્ષ કે તેથી વધુની સજા ફટકારી છે. આજે અમે કેટલાક એવા નેતાઓ વિશે જણાવીશું, જેમની સજાને કારણે સભ્યપદ ગુમાવવું પડ્યું હોય. સાથે એ પણ જણાવીશું કે એવો કયો નિયમ છે, જેના દ્વારા ધારાસભ્યો અને સાંસદોનું સભ્યપદ રદ કરવામાં આવે છે?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા શુક્રવારે રદ કરવામાં આવી છે. તેનો આદેશ પણ લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે. બદનક્ષીના કેસમાં રાહુલને ગુરૂવારે સુરતની એક કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. રાહુલ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ હતો. આ મામલામાં ગુજરાતના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાહુલ ગાંધી 23મી માર્ચે સુરત આવશે, જાણો શું છે કારણ

નિયમ મુજબ જો કોઈ સાંસદ કે ધારાસભ્યને બે કે તેથી વધુ વર્ષની સજા થાય તો તેનું સભ્યપદ રદ થઇ જાય છે. રાહુલ સાથે પણ એવું જ થયું. જો કે રાહુલ એવો પહેલા નેતા નથી જેણે સભ્યપદ ગુમાવ્યું હોય, આ પહેલા પણ આવા અનેક સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ રદ થયેલ છે, જેમને કોર્ટે બે કે તેથી વધુ વર્ષની સજા ફટકારી છે.

આજે અમે તમને કેટલાક એવા નેતાઓ વિશે જણાવીશું, જેમની સજાને કારણે સભ્યપદ જતું રહ્યું હોય. સાથે જ એ પણ જણાવીશું કે એવો કયો નિયમ છે, જેના દ્વારા ધારાસભ્યો અને સાંસદોની સદસ્યતા રદ કરવામાં આવે છે?

1. આઝમ ખાનઃ સમાજવાદી પાર્ટીના મજબૂત નેતા અને રામપુરના ધારાસભ્ય આઝમ ખાનની સભ્યપદ પણ જતું રહ્યું છે. આઝમ ખાન રામપુરથી સતત 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. આઝમ ખાન પર PM નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ હતો. આ કેસ કોર્ટમાં ૩ વર્ષ સુધી કેસ ચાલ્યો અને પછી કોર્ટે તેને ૩ વર્ષની સજા સંભળાવી. દોષિત ઠર્યા બાદ આઝમ ખાનને જામીન મળી ગયા પરંતુ તેમણે વિધાનસભાની સદસ્યતા ગુમાવી દીધી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર આકાશ સક્સેનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રામપુર સદર સીટ પર પેટાચૂંટણી જીતી હતી.

આ પણ વાંચો : મુરાદાબાદના દોઢ દાયકા જુના કેસમાં સ.પા. નેતા આઝમ ખાન અને પુત્ર અબ્દુલ્લાને બે-બે વર્ષની સજા

2. અબ્દુલ્લા આઝમઃ સમાજવાદી પાર્ટીના મજબૂત નેતા આઝમ ખાન બાદ તેમના પુત્ર અબ્દુલ્લા આઝમની વિધાનસભાની સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે. મુરાદાબાદની એક વિશેષ અદાલતે સમાજવાદી પાર્ટીમના મહાસચિવ આઝમ ખાન અને તેમના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમને 15 વર્ષ જૂના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. અબ્દુલ્લા આઝમ રામપુરની સ્વાર સીટથી ધારાસભ્ય બન્યા છે. હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશ : આ કેસમાં ભાજપના ધારાસભ્ય દોષિત જાહેર, તુરંત જ જામીન પણ મળી ગયા

3. વિક્રમ સૈનીઃ મુઝફ્ફરનગરના ખતૌલીથી ધારાસભ્ય રહેલા વિક્રમ સૈનીએ પણ પોતાનું સભ્યપદ ગુમાવ્યું છે. વિક્રમને રમખાણોમાં સંડોવણી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ મામલો 2013નો છે. ત્યારબાદ મુઝફ્ફરનગરમાં કોમી રમખાણો થયા, તે સમયે વિક્રમ સૈની જિલ્લા પંચાયતના સભ્ય હતા અને રમખાણોમાં તેમનું નામ આવ્યું. આ કેસમાં તેને જેલ પણ જવું પડ્યું હતું. વિક્રમ સૈની જેલમાંથી બહાર આવ્યા ત્યારે ભાજપે તેને ખતૌલીથી પોતાના ઉમેદવાર બનાવ્યા. આ પછી વિક્રમ સૈની ભારે મતોથી જીત્યા. 2022ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ફરીથી પોતાના ઉમેદવાર બનાવ્યા અને આ વખતે પણ તેઓ હાઈકમાન્ડના વિશ્વાસ પર ખરા ઉતર્યા. ત્યારે ભાજપ મુઝફ્ફરનગરમાં 6 માંથી માત્ર 2 બેઠકો જીતી શકી હતી, જેમાં ખતૌલી વિધાનસભાની એક બેઠકનો સમાવેશ થાય છે. વિક્રમ સૈનીને રમખાણોના કેસમાં ગયા વર્ષે નવેમ્બરમાં કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કારણે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જ્યારે ખતૌલી બેઠક ખાલી પડી ત્યારે તેમની પત્ની રાજકુમારી સૈનીને ભાજપે ટિકિટ આપી હતી. જોકે પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : લક્ષદ્વીપ લોકસભાની પેટા ચૂંટણી ઉપર રોક લગાવતું ચૂંટણી કમિશન, કેરળ હાઇકોર્ટના આદેશ બાદ નિર્ણય લેવાયો

4. મોહમ્મદ ફૈઝલઃ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલને પણ કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. જે બાદ તેનું સભ્યપદ જતું રહ્યું હતું. ચૂંટણી પંચે લક્ષદ્વીપ લોકસભાની પેટાચૂંટણી યોજવા માટે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. જો કે બાદમાં કેરળ હાઈકોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ફૈઝલ ​​પર કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પીએમ સઈદ અને મોહમ્મદ સાલિયા પર હુમલો કરવાનો આરોપ હતો. આ કેસમાં 32 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 4ને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. આમાં મોહમ્મદ ફૈઝલ પણ સામેલ હતો.

આ પણ વાંચો : ઝારખંડ કોંગ્રેસના મહિલા ધારાસભ્યને પાંચ વર્ષ સખત કેદની સજા, જાણો શું છે આખો કેસ 

5. મમતા દેવી: ઝારખંડની રામગઢ વિધાનસભા સીટના ધારાસભ્ય મમતા દેવીને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા, જેના કારણે આ સીટ ખાલી પડી હતી. મમતાને હજારીબાગ જિલ્લાની વિશેષ અદાલતે 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ તમામને 2016ના રમખાણો અને હત્યાના પ્રયત્નના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ મામલો રામગઢ જિલ્લાના ગોલા ખાતે હિંસક વિરોધ સાથે સંબંધિત હતો.

આ પણ વાંચો : ધારાસભ્ય હોય તો આવા! કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના ખર્ચે સિંચાઈ માટેનું પાણી છોડાવી રહ્યા છે 

6. ખબ્બુ તિવારી: ઈન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે ખબ્બુ તિવારી, જેઓ ભાજપના અયોધ્યાની ગોસાઈગંજ સીટના ધારાસભ્ય હતા, તેમનું સભ્યપદ 2021માં જતું રહ્યું હતું. ખબ્બુ તિવારીને બનાવટી માર્કશીટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 18 ઓક્ટોબર 2021ના રોજ સાંસદ-ધારાસભ્ય કોર્ટે તેને 5 વર્ષની સજા ફટકારી હતી.

આ પણ વાંચો : કુલદીપ બિશ્નોઈને કૉંગ્રેસનો ફટકો, ક્રોસ વોટિંગ બાદ કાર્યવાહી

7. કુલદીપ સિંહ સેંગરઃ ઉન્નાવ બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે પણ પોતાનું સભ્યપદ ગુમાવ્યું છે. કુલદીપ સેંગરને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો : પ્રતિભા સિંહ હિમાચલની CM રેસમાંથી કેમ થયા બહાર ? જાણો તેના 5 કારણ 

8. અશોક ચંદેલઃ હમીરપુર જિલ્લાના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અશોક કુમાર સિંહ ચંદેલને પણ હત્યાના કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ પછી ચંદેલનું વિધાનસભા સભ્યપદ જતું રહ્યું હતું.

આ પણ વાંચો : RJDએ ભાજપ સાથે લીધો બદલો, જેમ 2017માં ભાજપે છીનવી સત્તા, તેમ 2022માં RJDએ સરકારને હચમચાવી દીધી

9. અનિલ કુમાર સાહની: RJD ધારાસભ્ય અનિલ કુમાર સાહનીને દિલ્હીની CBI કોર્ટે છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. તેને ૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેના કારણે તેને બિહાર વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કુર્હાની વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા સાહનીને 29 ઓગષ્ટના રોજ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 2 દિવસ પછી તેને ૩ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2012માં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તેને મુસાફરી કર્યા વિના બનાવટી એર ઈન્ડિયા ઈ-ટિકિટનો ઉપયોગ કરીને મુસાફરી ભથ્થું મેળવવાના પ્રયાસ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે સમયે સાહની, જે મુખ્યમંત્રી નીતિશ કુમારની JDU સાથે હતા, તે રાજ્યસભાના સાંસદ હતા. તેણે રૂ. 23.71 લાખના દાવા રજૂ કર્યા હતા. તેઓ થોડા મહિનામાં વિધાનસભામાંથી સભ્યપદ ગુમાવનાર બીજા RJD ધારાસભ્ય બન્યા. ગૃહમાં પાર્ટીનું સંખ્યાબળ હવે ઘટીને 78 પર આવી ગયું છે, જે ભાજપ કરતાં માત્ર 1 વધુ છે.

આ પણ વાંચો : બાહુબલી નેતાને સજા, અનંત સિંહને ફરી થઈ 10 વર્ષની જેલ 

10. અનંત કુમાર સિંહઃ બિહારના મોકામાના ધારાસભ્ય અનંત કુમાર સિંહનું સભ્યપદ પણ ગયું છે. અનંત કુમાર સિંહના ઘરેથી હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ કેસમાં પટનાની કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ તેનું સભ્યપદરદ કરવામાં આવ્યું હતું.

Back to top button