2024 જ નહિ, પરંતુ 2025માં પણ આ રાશિઓ પર રહેશે શનિની વક્ર દ્રષ્ટિ


- 2025માં જૂન મહિનામાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે કેટલીક રાશિઓને થોડી રાહત મળશે, તો કેટલીક રાશિઓ પર શનિનો ખરાબ પ્રભાવ પણ પડશે. જાણો શનિની વક્ર દ્રષ્ટિ 2025માં પણ કઈ રાશિ પર પડશે.
શનિને ન્યાયનો દેવતા કહેવામાં આવે છે. શનિ દેવને કર્મફલદાતાની ઉપાધિ મળેલી છે. શનિની સાડા સાતી શુભ માનવામાં આવતી નથી. જે રાશિ પર શનિની નજર પડે છે તેણે કષ્ટ સહન કરવું પડે છે. જો શનિ શુભ હોય તો વ્યક્તિની કિસ્મત પણ ચમકી શકે છે. વર્તમાન સમયમાં શનિ અસ્ત થઈને કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. ખૂબ જ જલ્દી આ મહિનામાં શનિ ઉદય થશે. 2025માં જૂન મહિનામાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે કેટલીક રાશિઓને થોડી રાહત મળશે, તો કેટલીક રાશિઓ પર શનિનો ખરાબ પ્રભાવ પણ પડશે. જાણો શનિની વક્ર દ્રષ્ટિ 2025માં પણ કઈ રાશિ પર પડશે.
શનિની નજર કોની પર?
2024માં શનિની સાડા સાતીનો પ્રભાવ કુંભ રાશિ, મકર રાશિ, મીન રાશિ સહન કરી રહી છે. ઢૈયાનો પ્રભાવ કર્ક અને વૃશ્ચિક રાશિ પર પડશે. 2025માં મીન રાશીમાં શનિના ગોચરથી મકર રાશિને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે. વર્તમાનમાં મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. કુંભ રાશિ પર બીજો અને મકર રાશિ પર અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.
શનિના ઉપાય
- શનિના ખરાબ પ્રભાવને ઘટાવા માટે રોજ ભાગવત ગીતાનો પાઠ કરો
- શનિવારના દિવસે હનુમાનજી, શિવજી અને શનિદેવની વિધિવત પૂજા કરવાથી લાભ થશે.
- રોજ હનુમાન ચાલીસા, શિવ ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરો.
- વડીલો અને નોકરોની સાથે ખોટો વ્યવહાર ન કરો.
- ગરીબોની સહાયતા કરો અને તેમને ભોજન કરાવો.
- શનિવારના દિવસે સરસવનું તેલ શનિદેવને ચઢાવો
- શનિવારના દિવસે કાળા તલનું દાન કરો.
આ પણ વાંચોઃ રાધિકા મર્ચન્ટે આ રીતે પ્રેગ્નન્ટ દીપિકાને અભિનંદન આપ્યા, વીડિયો વાયરલ