એક નહીં, ‘રામાયણ’માં 11 પાત્રો ભજવ્યા આ અભિનેતાએ, કામ ન મળ્યું, ટીવી છોડી દીધું અને હવે જીવી રહ્યો છે આવી જિંદગી
એક્ટર અસલમ ખાને રામાનંદ સાગરના પૌરાણિક શો ‘રામાયણ’માં 11 પાત્રો ભજવ્યા હતા. નાના પડદાને અલવિદા કહીને જાણો અસલમ અત્યારે કેવું જીવન જીવી રહ્યા છે ?
રામાનંદ સાગરે 1987માં ‘રામાયણ’ બનાવી
રામાનંદ સાગરે વર્ષ 1987માં પૌરાણિક સિરિયલ ‘રામાયણ’ બનાવી અને ઘણા સ્ટાર્સને આ સિરિયલથી ખુબ લોકપ્રિયતા મળી. ‘રામાયણ’ એ ઘણા સ્ટાર્સને હંમેશ માટે અમર કરી દીધા. દીપિકા ચીખલીયાથી લઈને અરુણ ગોવિલ સુધી દરેક સ્ટાર પોતાના કેરેક્ટર દ્વારા ઘર-ઘરમાં જાણીતા બની ગયા. આ શોમાં અન્ય એક સ્ટાર હતો જે રામાયણમાં એક નહીં પરંતુ 11 પાત્રો ભજવીને લોકોની નજરમાં આવ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ અસલમ ખાનની.
અસલમ ખાને ‘રામાયણ’માં 11 પાત્રો ભજવ્યા હતા!
અસલમ ખાન ટીવીના સૌથી જાણીતા અભિનેતાઓમાંના એક હતા, જેમણે ‘અલિફ લૈલા’, ‘શ્રી કૃષ્ણ’, ‘સૂર્યપુત્ર કર્ણ’ અને ‘મશાલ ઔર હવાયેં’ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. જોકે, તેમને અસલી ઓળખ ‘રામાયણ’ સિરિયલથી મળી હતી. અસલમ ખાનએ ‘રામાયણ’માં 11 પાત્રો ભજવ્યા હતા. ક્યારેક તે કેવટનો સેનાપતિ બન્યો તો ક્યારેક તે ઋષિ અને સમુદ્ર દેવ તરીકે પ્રગટ થયો. તેણે ‘રામાયણ’માં ઘણા નાના-નાના પાત્રો ભજવ્યા હતા. આ શોએ તેમને ખુભ સફળતા અપાવી.
અસલમ ખાને ટીવી કેમ છોડ્યું?
અસલમ ખાને વર્ષો સુધી નાના પડદા પર કામ કર્યું અને તેમના પાત્રોને લોકોનો પ્રેમ મળ્યો. તે ‘રામાયણ’થી લોકપ્રિય થયા હતા, પરંતુ અભિનય ક્ષેત્રમાં તેમની કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. ધીમે ધીમે તેમને કામ મળવાનું ઓછું થયું. 2002માં તો તેમને કામ મળતું સાવ જ બંધ થઈ ગયું. મજબૂરીમાં આવીને અસલમ ખાને ઈન્ડસ્ટ્રીને જ અલવિદા કહી દીધું.
અસલમ ખાન અત્યારે ક્યાં છે?
અસલમ ખાનને જ્યારે નાના પડદા પરથી કામ મળવાનું બંધ થયું, ત્યારે તેમનો ખરો સંઘર્ષ શરૂ થયો. ત્યાર બાદ તેઓ કાયમ માટે સ્મોલ સ્ક્રીન છોડીને બિઝનેસ તરફ વળ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્તમાનમાં અસલમ ખાન ઝાંસીની એક માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે.
આ પણ વાંચો: લગ્ન વગર માં બનશે ઇલિયાના ડી ક્રુઝ? તસવીર શેર કરતા થઇ ટ્રોલ