ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન
એક-બે નહીં પણ 4 ગુજરાતી ફિલ્મોને મળ્યો ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’; સાઉથનો દબદબો
આજે એટલે કે ગુરુવારે 69માં ‘નેશનલ ફિલ્મ એવોર્ડ‘ની જાહેરાત થઈ રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર વિજેતાઓની જાહેરાત કરી રહ્યા છે. સરદાર ઉધમ સિંહે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે ‘ચાર્લી 777’ને શ્રેષ્ઠ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ દરમિયાન ચાર ગુજરાતી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળ્યો છે. તો બીજી તરફ બોલીવૂડ કરતાં પણ સાઉથની ફિલ્મો અને હિરો બાજી મારી રહ્યાં છે. અલ્લૂ અર્જૂનને પૂષ્પા ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
- બેસ્ટ અભિનેતા: અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝિંગ)
- બેસ્ટ અભિનેત્રી: આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને ક્રિતી સેનન (મિમી)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: પંકજ ત્રિપાઠી (મિમી)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
- બેસ્ટ ફીચર ફિલ્મઃ ‘રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ’
- બેસ્ટ ડિરેક્ટર : નિખિલ મહાજન (ગોદાવરી ધ હોલી વોટર)
- બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ‘સરદાર ઉધમ’
- બેસ્ટ હિન્દી ફિલ્મ – ‘સરદાર ઉધમ સિંહ’
- બેસ્ટ ચિલ્ડ્રન મૂવી: ‘ગાંધી એન્ડ કંપની’
- બેસ્ટ બાળ કલાકારઃ ભાવીન રબારી (છેલ્લો શો)
- બેસ્ટ ગુજરાતી ફિલ્મ – ‘છેલ્લો શો’
- બેસ્ટ મરાઠી ફિલ્મ – ‘એકદા કાયજાલાબેસ્ટ’
- બેસ્ટ મલયાલમ ફિલ્મ – ‘હોમ’
- બેસ્ટ તેલુગુ ફિલ્મ – ‘ઓપન્ના’
- બેસ્ટ સંગીત નિર્દેશક – એમ.એમ કિરવાણી (RRR) દેવી શ્રી પ્રસાદ (પુષ્પા)
- બેસ્ટ લિરિક્સ : ચંદ્ર બોઝ (કોંડા પોલમ)
- બેસ્ટ એડિટિંગ – સંજય લીલા ભણસાલી ( ગંગુબાઈ કાઠિયાવાડી)
- બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર – શ્રેયા ઘોષાલ
- બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ કાલા ભૈરવ (RRR)
- બેસ્ટ કોરિયોગ્રાફીઃ પ્રેમ રક્ષિષ્ઠ (RRR)
- સ્પેશિયલ જ્યુરી એવોર્ડ: વિષ્ણુ વર્ધન (શેરશાહ)
- બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ : વી. શ્રીનિવાસ મોહન (RRR)
- બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ:- ગંગુબાઈ કાઠિયાવાડી (પ્રિતિશીલ સિંહ ડિસોઝા)
- બેસ્ટ સ્ક્રીનપ્લે: નાયતુ (મલયાલમ) ગંગુબાઈ કાઠિયાવાડી (હિન્દી)
હંમેશાની જેમ, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી સહિત ઘણી શ્રેણીઓમાં એવોર્ડ આપવામાં આવી રહ્યા હતા. આ વખતે બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મોનો વ્યાપ વધુ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: જાણો સની દેઓલની ગદર 2 પઠાણથી કેટલી દૂર, સાથે OMG 2ની શું છે હાલત …