ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

એંગ્ઝાઈટીથી પીડાતી વ્યક્તિ સાથે આવી વાતો ન કરતા, વધી જશે સમસ્યા

Text To Speech
  • મોટાભાગના લોકો એંગ્ઝાઈટીને સામાન્ય મેન્ટલ હેલ્થ પ્રોબલેમ માને છે, પરંતુ એવું નથી, કેમકે જો આ સમસ્યા પર ધ્યાન ન આપવામાં આવે તો તે ગંભીર માનસિક બીમારીનું સ્વરૂપ લઈ શકે છે.

આજના સમયમાં કેટલાય લોકો એંગ્ઝાઈટીથી પીડાઈ રહ્યા છે. મોટાભાગના લોકો એંગ્ઝાઈટીને સામાન્ય મેન્ટલ હેલ્થ પ્રોબલેમ માને છે, પરંતુ એવું નથી, કેમકે જો આ સમસ્યા પર ધ્યાન ન આપવામાં આવે તો તે ગંભીર માનસિક બીમારીનું સ્વરૂપ લઈ શકે છે. જો તમારી નજીકની કોઈ વ્યક્તિ એંગ્ઝાઈટીથી પરેશાન છે તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેને કઈ કઈ વાતો ના કહેવી જોઈએ.

આ બાબતોનું રાખો ધ્યાન

  • જો તમારી નજીકની વ્યક્તિ એંગ્ઝાઈટીનો શિકાર છે, તો તેની સાથે ખરાબ વર્તન ન કરો, કારણ કે આમ કરવાથી તેના મનમાં તણાવ વધી શકે છે.
  • એંગ્ઝાઈટીથી પીડિત વ્યક્તિને વારંવાર શાંત થવા માટે ન કહો, કારણ કે આ સ્થિતિમાં શાંત થવું તેના માટે એટલું સરળ નથી.
  • જો કોઈ એંગ્ઝાઈટીથી પીડિત છે અને તેની સમસ્યા તમારી સાથે શેર કરે છે, તો તેને ના પાડો નહીં, તેના બદલે તેની વાત સાંભળો અને તેને મદદ કરો.
  • જો કોઈ વ્યક્તિ એંગ્ઝાઈટીનો શિકાર છે, તો તેને કંઈક સારું કરવા માટે પ્રોત્સાહિત કરો અને તેની સાથે બિલકુલ નકારાત્મક વાત ન કરો.
  • એંગ્ઝાઈટીથી પીડિત વ્યક્તિને એકલા ન છોડો, પરંતુ તેને અહેસાસ કરાવો કે તમે તેની સાથે છો.

anxiety pain

એંગ્ઝાઈટીના લક્ષણો

  • નાની-નાની બાબતોમાં ચિડાઈ જવું
  • વાત વાતમાં રડવું અને તણાવમાં રહેવું
  • થાક અનુભવવો અને કાર્યક્ષમતામાં ઘટાડો
  • ઊંઘ ન આવવી અને ગંભીર વિચારોમાં રહેવું
  • કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
  • નર્વસ બ્રેકડાઉનને કારણે પેનિક એટેકનો સામનો કરવો
  • સોશિયલ સર્કલ ઓછું હોવું અને એકાંતમાં રહેવાનું પસંદ કરવું
  • વાત વાતમાં પરસેવો આવવો અને આત્મવિશ્વાસનો અભાવ

આ પણ વાંચોઃ 24 કલાક એસીમાં રહેવાથી થઈ શકે છે આ બીમારીઓ, ખાસ રાખજો ધ્યાન

Back to top button