ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરળતાથી પક્ષપલટો થવા દેવામાં નહીં આવે: રાજકીય ઊથલપાથલ વચ્ચે તેજસ્વી યાદવ

  • CM નીતિશ કુમારની ફરી એકવાર પક્ષ બદલવાની સંભાવનાને પગલે બિહારમાં રાજકીય ગરમાવો
  • આવી સ્થિતિમાં RJD પક્ષ તેજસ્વી યાદવના નેતૃત્વમાં સરકાર બનાવવાનો કરી શકે છે દાવો

પટના, 27 જાન્યુઆરી: બિહારમાં રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે અને આ દરમિયાન તેજસ્વી યાદવનું એક મોટું નિવેદન બહાર આવ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે, આ વખતે નીતીશ કુમાર માટે પક્ષપલટો કરવો સરળ નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેજસ્વીએ આ નિવેદન તેમની પાર્ટી RJDના ધારાસભ્યો અને નેતાઓ સાથેની બેઠકમાં આપ્યું હતું. દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ કહ્યું છે કે, તેમની પાસે બહુમતીના આંકડા છે.

RJD પક્ષ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો

બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે RJD પક્ષ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઠબંધન તૂટવાની સ્થિતિમાં RJD આજે તેજસ્વી યાદવના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, RJDએ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના 114 ધારાસભ્યોને સાથે રાખી જીતન રામ માંઝીના ચાર ધારાસભ્યોને પોતાની તરફ લાવવાના પ્રયાસો કરી રહી છે.

મળતી માહિતી મુજબ, જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમનને ડેપ્યુટી સીએમ પદની ઓફર કરવામાં આવી છે. બીજી તરફ, AIMIMના એક ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્યની મદદથી બહુમતીનો આંકડો 122 કરતા બે બેઠકો ઓછી હશે, એટલે કે RJD 120 બેઠકો પર પહોંચી જશે. તે જ સમયે, RJDએ JDUના કેટલાક ધારાસભ્યો દ્વારા પક્ષપલટો કરવાનો પણ દાવો કરી રહી છે.

RJDની મહત્વની બેઠકનું આયોજન

ઉલ્લેખનીય છે કે, આજે RJDની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આરજેડી ધારાસભ્ય દળની બેઠક ડેપ્યુટી સીએમ તેજસ્વીના નિવાસ સ્થાન 5 દેશરત્ન માર્ગ પર યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં તેજસ્વી યાદવ તમામ ધારાસભ્યો સાથે રણનીતિ બનાવશે. બિહારની બદલાતી રાજનીતિ વચ્ચે તેજસ્વીની બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આજે બપોરે 1 વાગે આરજેડી ધારાસભ્ય દળની બેઠકમાં તેજસ્વી યાદવ પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

નીતીશ કુમાર દ્વારા જેડીયુ ગઠબંધન તોડવાની સ્થિતિમાં બિહારમાં સૌથી મોટી પાર્ટી હોવાના કારણે RJD રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. જો તેમને રાજભવન જવાની પરવાનગી નહીં મળે તો તેજસ્વી યાદવ પોતાના ધારાસભ્યો સાથે રાજભવનની બહાર ધરણા પર બેસી શકે છે.

આ પણ જાણો: બિહારમાં રાજકીય હલચલ વધી, નીતિશકુમાર ફરી NDAમાં જોડાશે?

Back to top button