ટ્રેન્ડિંગમનોરંજન

2024માં મોસ્ટ પોપ્યુલર સ્ટારમાં ટોચ પર દીપિકા કે શાહરૂખ નહિ, પણ આ વ્યક્તિ!

  • IMDbએ વર્ષ 2024ના સૌથી વધુ લોકપ્રિય સ્ટાર્સની યાદી બહાર પાડી છે જેમાં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય સ્ટાર્સમાં દીપિકા કે શાહરૂખ નહિ, પરંતુ અન્ય નામ છે

6 ડિસેમ્બર, મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ હંમેશા તેમની નવી ફિલ્મો, વેબ શો અને સિરીઝ દ્વારા તેમના પ્રેક્ષકોનું મનોરંજન કરતા રહેતા હોય છે. તેમના અભિનયના આધારે, કેટલાક દર્શકોના સૌથી પ્રિય બને છે અને કેટલાકને ઓછા પસંદ કરવામાં આવે છે. ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb) એ વર્ષ 2024ના સૌથી વધુ લોકપ્રિય સ્ટાર્સની યાદી બહાર પાડી છે જેમાં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય સ્ટાર્સના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં દીપિકા કે શાહરૂખ નહિ, પરંતુ એક એવી અભિનેત્રીને પ્રથમ સ્થાન મળ્યું છે જે એક જ ફિલ્મથી રાતોરાત દુનિયામાં ફેમસ થઈ ગઈ છે. અહીં જાણો કયા સ્ટારને કઈ પોઝિશન મળી છે?

 

View this post on Instagram

 

A post shared by IMDb India (@imdb_in)

આ સ્ટાર્સને IMDb ની યાદીમાં મળ્યું સ્થાન

IMDb એક ઓનલાઈન ડેટાબેઝ છે, જે મૂવીઝ, ટીવી શો અને વિડિયો ગેમ્સ તેમજ અભિનેતાઓ, દિગ્દર્શકો અને અન્ય ફિલ્મ ઉદ્યોગ વ્યાવસાયિકો વિશે માહિતી પ્રદાન કરે છે, તેણે વર્ષ 2024ના મોસ્ટ પોપ્યુલર સ્ટાર્સનું એક લિસ્ટ જારી કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં ન તો શાહરૂખ ખાન કે ન તો દીપિકા પાદુકોણ કે ન તો આલિયા ભટ્ટ નંબર 1 પર છે, પરંતુ આ વખતે ‘એનિમલ’ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ ટોચનું સ્થાન મેળવ્યું છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

દીપિકા અને આલિયા પાછળ રહ્યા

આ લિસ્ટમાં તૃપ્તિ ડીમરી બાદ બીજું સ્થાન દીપિકા પાદુકોણ અને ઈશાન ખટ્ટરને ત્રીજું સ્થાન મળ્યું છે. આ વર્ષે દીપિકા પાદુકોણ ફાઈટર અને સિંઘમ અગેઈન ફિલ્મોમાં જોવા મળી છે. જ્યારે ઈશાન ખટ્ટર નેટફ્લિક્સના શો ધ પરફેક્ટ કપલમાં જોવા મળ્યો હતો.

શાહરૂખ ખાનનું નામ ચોથા સ્થાને, શોભિતા ધુલીપાલા 5મા સ્થાને અને શર્વરી વાઘ છઠ્ઠા સ્થાને છે. વર્ષ 2024માં, શર્વરી મહારાજ અને મુંજ્યા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, જ્યારે શોભિતાએ નાગા ચૈતન્ય સાથેના લગ્ન માટે ધ્યાન આકર્ષિત કર્યું હતું. શાહરૂખ બોલિવૂડનો બાદશાહ છે જ. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 7મા નંબરે, સામંથા રૂથ પ્રભુ 8મા નંબરે, આલિયા ભટ્ટ 9મા અને સાઉથ એક્ટર પ્રભાસ 10મા નંબર પર છે.

આ પણ વાંચોઃ વિવેક ઓબેરોયે કર્યા અભિષેકના વખાણ, જાણો સલમાન અને ઐશ્વર્યા વિશે શું કહ્યું?

Back to top button