બાળકો સાથે બોન્ડિંગ થઈ રહ્યું નથી? આ ટિપ્સ અપનાવશો તો બાળકો રહેશે ખુશ
- જો તમને પણ એવું લાગી રહ્યું હોય કે તમારું બાળક પણ તમારાથી દૂર થઈ રહ્યું છે કે પછી તેના ચહેરા પર પહેલા જેવી ખુશી દેખાતી નથી તો કેટલીક પેરેન્ટિંગ ટિપ્સ અપનાવો. બાળકો સાથે બોન્ડિંગ પણ સ્ટ્રોંગ બનશે.
દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેનું બાળક તેની સાથે ખુશ રહે. ઘણી વખત પેરેન્ટ્સનું સખત વલણ અથવા તો બાળકને યોગ્ય સમય ન આપી શકવાની આદત બાળકોને હતાશાનો શિકાર બનાવી દે છે. ધીમે ધીમે બાળક ખુશ થવાનું પણ ભૂલી જાય છે. એટલું જ નહિ, પરંતુ પેરેન્ટ્સ સાથે તેનું બોન્ડિંગ પણ નબળું પડવા લાગે છે. આવા બાળકોનો આત્મવિશ્વાસ પણ ઘટવા લાગે છે અને જિંદગીમાં સફળતા મેળવવી પણ તેમના માટે મુશ્કેલ બની જાય છે. જો તમને પણ એવું લાગી રહ્યું હોય કે તમારું બાળક પણ તમારાથી દૂર થઈ રહ્યું છે કે પછી તેના ચહેરા પર પહેલા જેવી ખુશી દેખાતી નથી તો કેટલીક પેરેન્ટિંગ ટિપ્સ અપનાવો. બાળકો સાથે બોન્ડિંગ પણ સ્ટ્રોંગ બનશે.
પ્રેમ વ્યક્ત કરો
બાળકોને પ્રેમ કરવો, તેમની પર પ્રેમ વરસાવવો અને તેમને તેનો અહેસાસ કરાવવો એ પેરેન્ટ્સનો અધિકાર છે. તમારા બાળકને હગ કરો. તેમને જણાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. તેમની વાતો ધ્યાનથી સાંભળો અને તેમની ભાવનાઓને સમજો. તેમની સાથે સમય વીતાવો અને તેમને રસ હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થાવ.
સુરક્ષા અને સ્થિરતાનો અનુભવ કરાવો
તમારા બાળકને સુરક્ષિત અને પ્રેમ ભરેલું વાતાવરણ આપવું દરેક પેરેન્ટ્સની જવાબદારી છે. તમે ખુદ એક રૂટિન બનાવો અને તેનું પાલન કરો. તમારા બાળક પાસે તમે શું આશા રાખો છો તે જણાવો અને તેની મર્યાદાઓ પણ સમજો.
બાળકોનો ઉત્સાહ વધારો
તમારા બાળકની ઉપલબ્ધિઓની પ્રશંસા કરો, ભલે તે નાની કેમ ન હોય, આમ કરવાથી તેમનો કોન્ફિડન્સ વધશે. બાળકો માટે નવી વસ્તુઓ શીખવાનું સરળ બનશે. તેમનો ઉત્સાહ વધારો.
સ્વતંત્ર બનાવો
બાળકોને તે કરી શકે એવા કામ આપો, તેના નિર્ણયો જાતે લેવા દો. તેનાથી બાળકમાં સમસ્યા હલ કરવાની ક્ષમતા પેદા થશે. બાળકોને સ્વતંત્ર વિચાર કરવાની અને પોતાનો મત રાખવાની સ્વતંત્રતા આપો.
આ પણ વાંચોઃ પ્રોપર્ટી ખરીદતાં પહેલાં ચેતજોઃ મકાન કે દુકાનની અંદર પિલ્લર કે ડક્ટનું ધ્યાન રાખજો