લાંબા ગાળાની નિમણુંક નહીં થતા રાજયવેરા અધિકારની આમરણાંત ઉપવાસની ચિમકી
ગુજરાત, ગાંઘીનગર
વર્ગ-૨ રાજયવેરા અધિકારી તરીકેની નિમણુંકના ૪ વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં આજદિન સુધી સરકાર દ્વારા લાંબા ગાળાની નિમણુંકના આદેશ કરવામાં નહીં આપવામાં અધિકારીએ આમરણાંત ઉપવાસ પર બેસી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આ મુદ્દે અનેક વાર અનેક લોકોને ફરીયાદ કરવા છત્તા કોઈ નિરાકરણ આવ્યું ન હતુ જે બાદ અધિકારીએ હવે સરકાર વિરુદ્ધ ઉપવાસ પર બેસી જ્યાં સુધી માંગણી સંતોષવામાં ના આવે ત્યાં સુધી વિરોધ કરવાનું નક્કી કર્યુ છે.
ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા છત્તા કોઈ ઉકેલ નહીં
રાજયવેરા અધિકારી તરીકે જગદીશ સુરેશભાઇ કુકણા ગુજરાત GST Department માં (વિભાગ-૬) માં મહેકમ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. , વર્ગ-૨ રાજયવેરા અધિકારી તરીકેની મારી નિમણુંકના ૪ વર્ષ અને ૫ મહિના ઉપરાંતનો સામય થવા છતાં આજદિન સુધી તેમની કાયમી નિમણુંક કરવામાં નહીં આવતા તેઓ દ્વારા આ મુદે અનેક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જે બાદ પણ તેમની કાયમી નિમણુંક કરવામાં નહી આવતા તેઓ તા.10મી ઓક્ટોબરથી ગાંધીનગર, સત્યાગ્રહ છાવણી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે.
આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી
લાંબા ગાળાની નિમણુંકને લઈને અગાઉ તેમણે સચિવશ્રી, નાણાં વિભાગ, તેમજ મુખ્ય રાજ્યવેરા કમિશનર અને મુખ્યમંત્રીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી પણ આજદિન સુધી આ રજૂઆતો સાંભળવામાં નહીં આવતા કે મારી લાંબા ગાળાની નિમણૂકના આદેશ કરવામાં નહીં આવતા તેમણે આંદોલનનુ શસ્ત્ર ઉગામ્યું છે. તેમજ આ મુદ્દે તેમની પત્ની દ્વારા મુખ્યમંત્રી ગુજરાત રાજયના સ્વાગત પોર્ટલ ઉપર એક ગ્રીવાન્સ ફાઈલ કરવામાં આવી હતી. તેમજ નાણાં વિભાગ અને મુખ્ય રાજયવેરા કમિશનરની કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છત્તા પણ આ રજૂઆતો પરત્વે કોઈ ઉકેલ લાવવામાં નહીં આવતા આવતી કાલને રોજ ગાંધીનગર, સત્યાગ્રહ છાવણી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: મોડાસામાં ‘આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર’ આંદોલન