મેટ્રો નહીં મા દુર્ગાનો પંડાલ…કોલકાતાના કારીગરોની ક્રિએટિવિટી જોઈને રહી જશો દંગ, જૂઓ વીડિયો
- કોલકાતાના દુર્ગા પંડાલ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે
કોલકાતા, 8 ઓકટોબર: પશ્ચિમ બંગાળમાં નવરાત્રિ દરમિયાન ખૂબ જ ધામધૂમ જોવા મળે છે. દરેક જગ્યાએ મા દુર્ગાના ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મા દુર્ગાના ભવ્ય અને સુંદર પંડાલો સજાવવામાં આવે છે. કોલકાતાના દુર્ગા પંડાલ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. આ શહેરના લોકો પણ આ તહેવારને પૂરા ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવે છે. આ વખતે કોલકાતામાં વિશાળ દુર્ગા પંડાલ સજાવવામાં આવ્યા છે. તે જ સમયે, આ વર્ષે સમિતિએ પંડાલ માટે મેટ્રો ટ્રેનની થીમ પસંદ કરી છે. મેટ્રોની થીમ પર બનેલો માં દુર્ગાનો આ પંડાલ લોકોને આકર્ષી રહ્યો છે. પહેલી નજરે કોઈપણ આનાથી ભાન ભૂલીને મેટ્રો સમજી બેસશે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ પંડાલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને આવી ક્રિએટિવિટી બનાવનાર કારીગરોની પણ પ્રશંસા થઈ રહી છે.
જૂઓ આ વીડિયો
Believe me its a Puja Pandal in Kolkata. @metrorailwaykol pic.twitter.com/yJgcOLL5fr
— Abir Ghoshal (@abirghoshal) October 7, 2024
વાયરલ વીડિયો શરૂ થતાં જ તમને એવું લાગશે કે, તમે મેટ્રોની અંદર જઈ રહ્યા છો. જેમાં કોચ પરથી પસાર થતા લોકો માતા રાણીની પ્રતિમા પાસે પહોંચે છે. એક વ્યક્તિ અનેક મેટ્રો કોચમાંથી પસાર થાય છે અને સ્ટેશન પર પહોંચે છે જ્યાં માં દુર્ગાનો પંડાલ હોય છે. માં દુર્ગાની મૂર્તિ તરફ કેમેરો ફેરવતાની સાથે જ લોકો દર્શન કરીને અભિભૂત થઈ રહ્યા છે. મેટ્રોમાંથી ઉતર્યા બાદ સ્ટેશન પર બનેલા માં દુર્ગાનું આ પંડાલ એકદમ ભવ્ય અને સુંદર લાગે છે. 49 સેકન્ડનો આ વીડિયો જોઈને તમને અનોખો અનુભવ મળશે. યૂઝર્સ આ પોસ્ટ પર કારીગરોની ક્રિએટિવિટીના વખાણ પણ કરી રહ્યા છે.
આ વીડિયોને @abirghoshal નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો કોમેન્ટમાં વીડિયોના ભરપૂર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ ખૂબ જ સુંદર દૃશ્ય છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “આ જોયા પછી મને વિશ્વાસ નથી આવતો.” ત્રીજા યુઝરે લખ્યું કે, “આ અદ્ભુત છે.” ચોથા યુઝરે લખ્યું, “અમેઝિંગ, અમેઝિંગ.”
આ પણ જૂઓ: ‘રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે હિંસા કરવી પડે તો તે યોગ્ય છે’ આમ કોણે અને કેમ કહ્યું, જૂઓ વીડિયો