4G-5G નહીં, માતા-પિતા છે સૌથી બેસ્ટ, કેમ મુકેશ અંબાણીએ કહી આ વાત?


- દેશના સૌથી મોટા બિઝનેસમેને વિદ્યાર્થીઓને આપી સાચી સલાહ
- કોન્વોકેશન તમારુ હોય છે, પરંતુ માતા પિતાનુ જીવનભરનુ સપનુ હોય છે
ટેકનોલોજીના ફાસ્ટ જમાનામાં યુવાનો તેની પર વધુને વધુ નિર્ભર થતા જાય છે. ટેકનોલોજીના વધતા આકર્ષણની વચ્ચે દેશને સસ્તા ડેટાનો પરિચય કરાવનાર દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીએ મોટી શીખ આપી છે. તેમણે કહ્યુ કે સમાજમાં યુવાનો માટે 4G-5Gથી ક્યાંય વધીને તેમના માતાજી અને પિતાજી છે. આજની શતાબ્દીની સ્પીડે દોડતી જિંદગીમાં પરિવારને ભુલી જવાના ચલણની વચ્ચે અંબાણીએ પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સીટીના 10માં કોન્વોકેશનમાં વિદ્યાર્થીઓને આ શીખ આપી.
માતા-પિતાના ત્યાગને ન ભુલો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે જણાવ્યુ કે ભલે કોન્વોકેશનનો દિવસ વિદ્યાર્થીઓનો હોય, પરંતુ તમારા માતા-પિતાને આ દિવસની આતુરતાથી રાહ હોય છે. આ તેમનુ જીવનભરનુ સપનુ હોય છે. તેથી બાળકોએ પોતાના માતા-પિતાના ત્યાગને ન ભુલવો જોઇએ. યુવાનો હાલમાં 5Gને લઇને ઉત્સાહિત છે, પરંતુ માતાજી-પિતાજીથી મોટુ બીજુ કોઇ નથી. મુકેશ અંબાણી પંડિત દિનદયાલ યુનિવર્સીટીના સંચાલક મંડળના અધ્યક્ષ છે.
ટાટા સમુહના કે એન ચંદ્રશેખનની પ્રશંસા કરી
આ અવસરે તેમણે ટાટા સમુહના કે એન ચંદ્રશેખનના વખાણ કર્યા અને કહ્યુ કે એન ચંદ્રશેખરને મીઠાથી લઇને સોફ્ટવેર બનાવીને એક શાનદાર મિશાલ આપી છે. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપના મોટા પગલા ખરેખર આવકારદાયક છે. ટાટા સન્સના પ્રમુખ કોન્વોકેશન સમારંભના મુખ્ય અતિથિ હતા.
આ પણ વાંચોઃ ન તો પ્રારબ્ધ, ન નરકનો દરવાજો, આ કારણે ચીનમાં રહસ્યમય રીતે ફરતા હતા ઘેટાં, વૈજ્ઞાનિકનો મોટો દાવો