નોસ્વાનસ્ટાઈન કાસલએ 19મી સદીનો એક ઐતિહાસિક મહેલ છે. જે જર્મનીના દક્ષિણ પશ્ચિમ બાવેરિયામાં ફુસેન નજીક એક ટેકરી પર આવેલ છે. આ મહેલને બાવેરિયાના રાજા લુડવિગ દ્વારા રિચાર્ડ વેગનરના માનમાં બનાવવામાં આવ્યો હતો. લુડવિગે બાવેરિયન પબ્લિક ફંડને બદલે પોતાની અંગત સંપત્તિમાંથી અને વ્યાપક ઉધાર દ્વારા મહેલ માટે ચૂકવણી કરવાનું પસંદ કર્યું. બાંધકામ 1869 માં શરૂ થયું હતું, પરંતુ તે ક્યારેય પૂર્ણ થયું ન હતું. 1886માં તેમનું અવસાન થયું ત્યાં સુધી કિલ્લો રાજા માટે ખાનગી રહેઠાણ તરીકે બનાવાયેલ હતો. તેમના મૃત્યુ પછી તરત જ તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 61 મિલિયનથી વધુ લોકોએ નોસ્વાનસ્ટાઈન કાસલની મુલાકાત લીધી છે. ઉનાળામાં દરરોજ 6,000 જેટલા લોકો સાથે વાર્ષિક 1.3 મિલિયનથી વધુ લોકો મુલાકાત લે છે.
નવલકથા વાંચતી વખતે વ્યક્તિ તેમાં ખોવાઈ જાય છે. જો વાર્તા વધુ સારી હોય તો વ્યક્તિ તે વાર્તામાં પોતાને અનુભવવા લાગે છે. વાર્તામાં જેની વાત કરવામાં આવી છે તે સુંદર સ્થળની કલ્પના કરવાનું શરૂ કરે છે. ત્યારે આપણા મનમાં એક વાર એ સુંદર સ્થળોની મુલાકાત લેવાની ઈચ્છા થાય છે. જો તમે પણ આ જ રીતે વિચારતા હોવ અને એવી જગ્યાની મુલાકાત લેવા માંગો છો જે તમને આરામની સાથે એક અલગ યાદગાર પળ પણ આપશે. જ્યાં તમે ફિલ્મી દુનિયા જેવી અનુભૂતી કરી શકો છો.
નોસ્વાનસ્ટાઈન કાસલ
Neuschwanstein Castle જર્મનીમાં સ્થિત છે. આ મહેલ એકાંત જગ્યાએ આવેલો છે. દક્ષિણ જર્મનીમાં આવેલો આ કિલ્લો 19મી સદીના ડિઝનીલેન્ડના સ્લીપિંગ બ્યુટી કેસલ નોસ્વાનસ્ટાઈન માટે પ્રેરણા છે. આ મહેલ તેની અનોખી કારીગરી માટે પ્રખ્યાત છે અને ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલા આ મહેલની વાસ્તુકલા દુનિયાભરમાં પ્રખ્યાત છે.
આ મહેલ કોણે બનાવ્યો?
આ મહેલ રાજા લુડવિંગ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેનો પાયો 5 સપ્ટેમ્બર 1869 ના રોજ નાખવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ રાજા ખૂબ જ શરમાળ સ્વભાવનો હતા. તેના શરમાળ સ્વભાવને કારણે તે લોકોથી ખૂબ જ અલગ રહેવા માંગતા હતા. એટલા માટે રાજાએ આ મહેલ પોતાના આરામના આશયથી બનાવ્યો હતો. જેથી કરીને તે પોતાના અંતિમ દિવસો એકાંતમાં વિતાવી શકે.