ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલ

ઉત્તર રેલવેએ આ રાજ્યના ટ્રેન પ્રવાસીઓને ભાડાંમાં 50 ટકા સુધી આપી રાહત

Text To Speech
  • હાલ જમ્મુ-કાશ્મીરના એક સેક્ટરમાં ટ્રેન મુસાફરોને ભાડાંમાં મોટી રાહત
  • એક એપ્રિલથી દેશના તમામ રેલવે સ્ટેશને ટિકિટની ખરીદી ક્યુઆર કોડથી થઈ શકશે

નવી દિલ્હી, 20 માર્ચઃ ઉત્તર રેલવેએ આજે બુધવારને 20 માર્ચથી જમ્મુ-કાશ્મીરના રેલવે મુસાફરોને ઘણી મોટી રાહત આપી છે. રેલવેએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસીઓને બીજી શ્રેણીનાં ભાડાંમાં આ રાહત આપી છે. ભાડાંમાં આ ઘટાડો 40 ટકાથી 50 ટકા સુધીનો છે.

રેલવેની આ જાહેરાતથી સદુરા સ્ટેશન (અનંતનાગ જિલ્લો)થી શ્રીનગર સુધીનું ભાડું રૂપિયા 35 હતું તે ઘટાડીને રૂપિયા 15 કરી દીધું છે. ઉત્તર રેલવેએ જણાવ્યું કે, ભાડાંમાં આ ઘટાડાનો લાભ કાશ્મીર ખીણમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં કાશ્મીર ખીણમાં ઉત્તરમાં બારામુલા શહેરથી જમ્મુ ક્ષેત્રના રામવન સુધી ટ્રેન સેવા ઉપલબ્ધ છે. અત્યારે આ ક્ષેત્રમાં ભાડાંમાં ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે અને આગામી એપ્રિલમાં ઉધમપુરથી બારામુલા લાઈન ઉપર પણ ભાડામાં રાહત આપવામાં આવશે.

બીજી તરફ ભારતીય રેલવે પણ હવે ડિજિટલ ઈન્ડિયા વિઝન લાગુ કરવા કમર કસી રહી છે. એક એપ્રિલ 2024થી થરૂ થતા નવા નાણાકીય વર્ષમાં રેલવે સંપૂર્ણપણે ઑનલાઈન પ્રક્રિયા અપનાવવામાં આવશે. આ માટે રેલવેના તમામ કાઉન્ટર ઉપર ક્યુઆર કોડ મૂકવામાં આવશે.

હવે આગામી મહિનાથી તમામ રેલવે સ્ટેશનો પર જનરલ તેમજ રિઝર્વેશથી ટિકિટ લેવા માટે ક્યુઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે. તેને કારણે સ્ટેશનો ઉપર ટિકિટ લેવા માટે લાગતી મોટી લાઈનમાંથી પણ છૂટકારો મળશે.

રેલવેના જણાવ્યા મુજબ એક એપ્રિલથી ટિકિટની ખરીદીથી માંડીને ખાણીપીણી, દંડ તેમજ પાર્કિગ જેવી બાબતોની ચૂકવણી ઑનલાઈન સુવિધા દ્વારા કરી શકાશે.

આ પણ વાંચોઃ પતિએ ટ્રેનમાંથી ટુવાલ, ચાદર, ધાબળા ચોર્યા: પત્નીએ વીડિયો બનાવી રેલવેમાં ફરિયાદ નોંધાવી

Back to top button