વર્લ્ડ

ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલેસ્ટિક મિસાઈલ, અમેરિકા પર થઈ શકે છે હુમલો

Text To Speech

દક્ષિણ કોરિયા અને જાપાનને ટેન્શન આપતું નોર્થ કોરિયા હવે અમેરિકાનું પણ ટેન્શન વધારી રહ્યું છે. જાપાનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ હવે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. જાપાનના મંત્રીનો દાવો છે કે ઉત્તર કોરિયાની આ મિસાઈલ આખુ અમેરિકા ઉડાવી દેવામાં સક્ષમ છે.

ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડ્યું

દક્ષિણ કોરિયાના ‘જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ’એ એક નિવેદનમાં કહ્યું કે શુક્રવારે સવારે ઉત્તર કોરિયાના પૂર્વ કિનારે બેલેસ્ટિક મિસાઈલ છોડવાની જાણકારી મળી છે. તે ICBM હોવાની શંકા છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ઉત્તર કોરિયાએ તેના પશ્ચિમી તટીય વિસ્તારમાંથી એક ICBM-ક્લાસ બેલેસ્ટિક મિસાઈલ છોડ્યું, જે પૂર્વી સમુદ્રી વિસ્તાર તરફ ગઈ.

નિષ્ણાંતોનું કહેવું છે કે ઉત્તર કોરિયા દ્વારા 3 નવેમ્બરે લોન્ચ કરાયેલ ICBM અપેક્ષા મુજબ ઉડ્યું ન હતું. એવું માનવામાં આવે છે કે 3 નવેમ્બરના પરીક્ષણમાં એક નવા પ્રકારનું ICBM સામેલ હતું. ઉત્તર કોરિયા પાસે અન્ય બે પ્રકારના ICBM ‘Hwasong-14’ અને ‘Hwasong-15’ છે.

આ પણ વાંચો:અમેરિકામાં એર શો દરમિયાન વિમાનો એકબીજા સાથે ટકરાયા, અંદાજીત 6 લોકોના મોત

કિમ જોંગની અમેરિકાને ઉડાવી દેવાની ધમકી 

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે ઉત્તર કોરિયાના પ્રક્ષેપણ અંગે ચર્ચા કરવા માટે એક તાકીદની સુરક્ષા બેઠક બોલાવી છે. જાપાનના રક્ષા મંત્રી યાસુકાઝુ હમાદાએ કહ્યું કે, “ઉત્તર કોરિયા આ વર્ષે સતત મિસાઈલ છોડી રહ્યું છે અને તેના કારણે કોરિયન દ્વીપકલ્પમાં તણાવ વધી રહ્યો છે.” અગાઉ, ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન ચો સોન-હ્યોએ પ્રદેશમાં તેના સહયોગીઓ – દક્ષિણ કોરિયા અને જાપાનની સુરક્ષા માટે યુએસની મક્કમ પ્રતિબદ્ધતાના જવાબમાં “મજબૂત” લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની ધમકી આપી હતી.

Back to top button