વર્લ્ડ

ઉત્તર કોરિયામાં પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન વધશે, કિમ જોંગ-ઉને ICBM બનાવવાનો આદેશ આપ્યો

Text To Speech

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો હથિયારોને લઈને ક્રેઝ વધી રહ્યો છે. હવે તેણે શપથ લીધા છે કે તે દેશમાં પરમાણુ હથિયારોનું ઉત્પાદન પહેલા કરતા વધુ વધારશે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓએ નવી લાંબા અંતરની મિસાઈલ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. કિમનું નિવેદન ઉત્તર કોરિયાએ તેના પૂર્વીય જળસીમા તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડ્યાના કલાકો બાદ જારી કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે રેકોર્ડ સંખ્યામાં મિસાઈલ ફાયર કર્યા બાદ ઉત્તર કોરિયા વધુ એક હથિયાર પરીક્ષણ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.

ઉત્તર કોરિયાના હથિયાર પરિક્ષણથી સમગ્ર વિશ્વ ચિંતિત છે

ઉત્તર કોરિયાના સતત હથિયાર પરીક્ષણથી સમગ્ર વિશ્વ પરેશાન છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાએ તેનો સૌથી વધુ વિરોધ કર્યો છે. બંને દેશોએ ઉત્તર કોરિયાને તરંગી ગણાવ્યું છે. તેણે એમ પણ કહ્યું કે આ પ્રકારના પરીક્ષણથી તે પોતાના જ દેશવાસીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.

ઉત્તર કોરિયા પ્રથમ લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરશે

મીડિયા રિપોર્ટના કિમે જણાવ્યું હતું કે અમેરિકા અને અન્ય શક્તિઓ દ્વારા ખતરનાક સૈન્ય પગલાંનો સામનો કરવા માટે તેમના દેશને સાર્વભૌમત્વ, સુરક્ષા અને મૂળભૂત રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તેની સૈન્ય શક્તિને વધુ વધારવી પડશે. આ જ કારણ છે કે ઉત્તર કોરિયા માટે હથિયારોનું પરીક્ષણ કરવું જરૂરી છે. એટલું જ નહીં, આ દરમિયાન તેણે બીજી મોટી જાહેરાત કરી અને કહ્યું કે ઉત્તર કોરિયા ટૂંક સમયમાં જ તેનો પહેલો મિલિટરી સ્પાય સેટેલાઇટ લોન્ચ કરશે.

kim-jong-un

વર્ષ 2022માં 70 થી વધુ મિસાઈલોનું પરીક્ષણ

તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાએ ગયા વર્ષે 70 થી વધુ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. કિમે આરોપ લગાવ્યો છે કે દક્ષિણ કોરિયા ‘અતાર્કિક રીતે ખતરનાક હથિયારો બનાવવા’ પર વળેલું છે અને ખુલ્લેઆમ તેમની સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો : નવા વર્ષમાં રોજગાર આપવાનો સૌથી મોટો પડકાર છે! બેરોજગારીનો દર છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ

Back to top button