વર્લ્ડ

નોર્થ કોરિયાએ 3 બેલેસ્ટિક મિસાઈલ છોડતાં હડકંપ, સાઉથ કોરિયાથી લઈને જાપાન સુધી એલર્ટ; અનેક શહેરોમાં સાયરન વાગ્યા

Text To Speech

નોર્થ કોરિયા દ્વારા બેલેસ્ટિક મિસાઈલ છોડવાને કારણે સાઉથ કોરિયાથી લઈને જાપાનમાં હડકંપ જોવા મળ્યો. નોર્થ કોરિયાએ મિસાઈલ છોડ્યા બાદ જાપાનમાં રેડ સાયરન વાગવા લાગી તો સાઉથ કોરિયા ભડક્યું છે. સાઉથ કોરિયાએ કહ્યું કે- રાષ્ટ્રપતિએ પ્યોંગયોંગની હાલની ઉશ્કેરીજનક કાર્યવાહી પર તાત્કાલિક પગલા ભરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ સાઉથ કોરિયાની જળ સીમાની પાસે બેલેસ્ટિક મિસાઈલ પડ્યાના થોડા સમય બાદ જ નોર્થ કોરિયા દ્વારા ઓછામાં ઓછી 10 અલગ અલગ પ્રકારની મિસાઈલ છોડવામાં આવી. સિયોલ મિલિટ્રીએ આ વાતની પુષ્ટી પહેલી વખત કરી છે.

નોર્થ કોરિયાના મિસાઈલ લોન્ચને કારણે પૂર્વી4 એશિયામાં યુદ્ધનું વાતાવરણ ઊભું થયું છે. 2 નવેમ્બરનાં રોજ નોર્થ કોરિયા દ્વારા 3 બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવ્યા બાદ સાઉથ કોરિયાના અનેક શહેરોમાં રેડ સાયરન વાગવા લાગી હતી. જો કે એક સારી વાત એ છે કે ઓછા અંતરવાળી SRBM મિસાઈલ કોઈ રહેણાંક વિસ્તારમાં નહીં પરંતુ પૂર્વી સાગરમાં પડી હતી.

સાઉથ કોરિયા સરકારના જણાવ્યા મુજબ આ મિસાઈલ નોર્થ કોરિયાના શહેર વોનસોનમાં કે તેની આજુબાજુની સાઈટ પરથી છોડવામાં આવી હતી. અર્લી વોર્નિગ સિસ્ટમે સ્થાનિક સમય મુજબ 8:51 વાગ્યે આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્રણ મિસાઈલમાંથી એક ઉત્તરી બોર્ડર પાસે દરિયામાં પડ઼ી. તો અન્ય એક મિસાઈલ સાઉથ કોરિયાના શહેર સોક્ચોથી 57 કિલોમીટર પૂર્વમાં દરિયામાં પડી. ત્રીજી મિસાઈલ દરિયામાં પડી તે પહેલા ઉલેલુંગ ટાપુ તરફ આગળ વધી હતી જેને કારણે વિસ્તારમાં એર રેડ સાયરન વાગવા લાગી હતી. નોર્થ કોરિયાની આ મિસાઈલ કાર્યવાહીને સોમવારથી શરૂ થયેલા સાઉથ કોરિયા અને અમેરિકાના 5 દિવસીય સંયુક્ત હવાઈ અભ્યાસ સાથે જોડવામાં આવે છે.

Back to top button