ઉત્તર કોરિયાએ લશ્કરી જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મૂકવાનો દાવો કર્યો
- ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેણે સૈન્ય જાસૂસી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મુક્યો છે
- એક નિવેદનમા જણાવાયું છે કે, કિમ જોંગ ઉને સેટેલાઈટ લોન્ચનું નિરીક્ષણ કર્યું હતું
- ઉપગ્રહને ‘માલ્લિગ્યોંગ-1’ નામ આપવામાં આવ્યું છે
ઉત્તર કોરિયા, 22 નવેમ્બર: ઉત્તર કોરિયાએ સૈન્ય જાસૂસી ઉપગ્રહને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકીને તેના દુશ્મનો અમેરિકા અને જાપાન સહિત દક્ષિણ કોરિયાને મોટો ફટકો આપ્યો છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને થોડા મહિના પહેલા જ આ જાસૂસી ઉપગ્રહનું પરીક્ષણ કર્યું હતું. તેના સફળ પરીક્ષણ બાદ અમેરિકાએ ઉત્તર કોરિયા અન્ય દેશોની સેનામાં ઘૂસી જવાનો ભય વ્યક્ત કર્યો હતો. હવે કિમ જોંગ ઉને આ સેટેલાઈટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકીને અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે જાપાનનો તણાવ વધુ વધાર્યો છે. હવે આ દેશોને તેમના સૈન્યની સુરક્ષામાં ભંગનો ડર છે.
ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેણે સૈન્ય જાસૂસી ઉપગ્રહને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યો છે. ઉત્તર કોરિયાના અવકાશ અધિકારીઓએ બુધવારે સવારે જારી એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના અવકાશ પ્રક્ષેપણ વાહને મંગળવારે રાત્રે નિયુક્ત ભ્રમણકક્ષામાં ‘માલ્લિગ્યોંગ-1’ નામના ઉપગ્રહને સફળતાપૂર્વક સ્થાન આપ્યું હતું. ઉત્તર કોરિયાના આ દાવાની હજુ પુષ્ટિ થઈ નથી. ઉત્તર કોરિયા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના નેતા કિમ જોંગ ઉને સેટેલાઇટ લોન્ચનું નિરીક્ષણ કર્યું હતું.
દુશ્મનોની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખશે
ઉત્તર કોરિયાએ દુશ્મન દેશોની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખવા અને તે મુજબ પોતાની જાતને તૈયાર રાખવાના ઉદ્દેશ્યથી આ ઉપગ્રહની સ્થાપના કરી છે. જાસૂસી ઉપગ્રહનો હેતુ કિમ જોંગ ઉનના પ્રતિકૂળ સૈન્ય પગલાંના જવાબમાં ઉત્તર કોરિયાની લડાઇ તૈયારી વધારવાનો છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયા ભવિષ્યમાં આવા વધુ જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઉત્તર કોરિયાના આ પગલાથી દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે.
આ પણ વાંચો, ઈલોન મસ્ક ઇઝરાયેલ-ગાઝાને ‘X’ની જાહેરાતની આવક દાન કરશે