નોર્થ કોરિયાના સંવિધાનમાં બદલાવ, દક્ષિણ કોરિયામાં ટેન્શન વધ્યું; Kim Jong Un એક્શનમોડમાં
કોરિયા – 17 ઓકટોબર : ઉત્તર કોરિયાએ પોતાના બંધારણમાં સુધારો કરીને દક્ષિણ કોરિયાને પહેલીવાર ‘દુશ્મન રાષ્ટ્ર’ જાહેર કર્યું છે. ઉત્તર કોરિયાની સંસદે ગયા અઠવાડિયે બે દિવસ સુધી બંધારણમાં ફેરફાર કરવા માટે બેઠક કરી હતી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને જાન્યુઆરીમાં દક્ષિણ કોરિયાને દેશનો મુખ્ય દુશ્મન જાહેર કરવાની હાકલ કરી હતી.
બંને દેશોને જોડતા રસ્તાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાએ એવા રસ્તાઓ અને રેલ લિંક્સને તોડી પાડ્યા જે હવે ઉપયોગમાં નથી અને જે એક સમયે ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા સાથે જોડતા હતા. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ કહ્યું કે બંને દેશોને જોડતી રોડ લિંકને તોડવાથી દક્ષિણ કોરિયાને દુશ્મન રાષ્ટ્ર તરીકે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
દક્ષિણ કોરિયાની સૈન્યએ મંગળવારે ઉત્તર કોરિયાના સૈનિકો બંને દેશોને જોડતા રસ્તાઓ અને રેલ લાઇન પર વિસ્ફોટકો વિસ્ફોટ કરતા વીડિયો ફૂટેજ જાહેર કર્યા છે.
સરમુખત્યાર કિમે જાન્યુઆરીમાં યુદ્ધની ધમકી આપી હતી
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં કિમ જોંગ ઉને આપેલા ભાષણમાં તેમણે બંધારણીય ફેરફારોની માંગ કરી હતી. કિમ જોંગ ઉને કહ્યું હતું કે, જો દક્ષિણ કોરિયા આપણી જમીન, હવા અને પાણીના 0.001 મીમી વિસ્તારનું પણ અતિક્રમણ કરશે તો યુદ્ધ થશે.
આ પણ વાંચો : બેંક ખાતામાં પૈસા ન હોય છતાં કરે છે લાખો રૂપિયાની લૂંટ, જાણો શું છે ડિજિટલ ધરપકડ કૌભાંડ?