દાલ મખની-બટર નાન જેવા નોર્થ ઈન્ડિયન ફૂડ વધારી રહ્યા છે હાર્ટ એટેકનો ખતરો, ચોંકાવનારો સર્વે
- અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નોર્થ ઈન્ડિયન ફૂડ હાર્ટ એટેકનો ખતરો વઘારી રહ્યા છે, કેમ કે તે ડિશ ખાતા લોકો સોડિયમ અને ફોસ્ફરસની વધુ માત્રા આરોગી રહ્યા છે. જે હાઈપરટેન્શન અને અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે.
દાલ મખની, બટર નાન, છોલે ભટૂરે, ચિકન દો પ્યાજા જેવી ડિશ મોટાભાગના લોકો પસંદ કરતા હોય છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના લોકો આ પ્રકારની ડિશના દિવાના છે. ઘરેથી લઈને રેસ્ટોરાંમાં આ લોકો આવી જ ડિશ ખાવાનું પસંદ કરે છે, પરંતુ પીજીઆઈએમઈઆર, ચંદીગઢ અને ધ જ્યોર્જ ઈન્સ્ટીટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ ઈન્ડિયા તરફથી કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નોર્થ ઈન્ડિયન ફૂડ હાર્ટ એટેકનો ખતરો વઘારી રહ્યા છે, કેમકે તે ડિશ ખાતા લોકો સોડિયમ અને ફોસ્ફરસની વધુ માત્રા આરોગી રહ્યા છે. જે હાઈપરટેન્શન અને અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે.
પીજીઆઈએમઈઆર ચંદીગઢે ઉત્તર ભારતના લોકોના જમવાની આદતોને ટ્રેક કરી તો જાણવા મળ્યું કે ડબલ્યુએચઓની નક્કી કરેલી માત્રાથી વધુ સોડિયમ તેઓ કન્ઝ્યૂમ કરી રહ્યા છે. સાતે તેમના ડાયેટમાં ફોસ્ફરસની માત્રા પણ વધુ છે અને પ્રોટીન, પોટેશિયમ જેવા ન્યુટ્રિશન ઓછા છે. આ પહેલો અભ્યાસ છે જેમાં 400થી વધુ સબ્જેક્ટ, હેલ્ધી એડલ્ટ અને ક્રોનિક કિડની રોગવાળા દર્દીઓ સામેલ છે.
અભ્યાસમાં સામે આવી આ વાત
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અલગ અલગ બોડી માસ ઈન્ડેક્સની મહિલાઓ અને પુરુષો ડેઈલી ડાયેટમાં ડબલ્યુએચઓની નક્કી કરેલી 2 ગ્રામથી 5 ગ્રામની માત્રા કરતા વધુ સોડિયમ લઈ રહ્યા છે. લગભગ 65 ટકા લોકો રોજ સોડિયમ ખાઈ રહ્યા છે.
વધુ મીઠું બનાવશે બીમાર
વધારે મીઠાની માત્રા હાઈપરટેન્શન વધારે છે. સોડિયમનું સ્તર જેમ વધે છે, શરીર તેને પાતળું કરવા માટે પાણીનો સહારો લો છે. તેના કારણે કોશિકાઓની આસપાસ લિક્વિડ પદાર્થોની માત્રા અને બ્લડ બંનેની માત્રા વધી જાય છે. બ્લડની માત્રા વધવાનો અર્થ છે હાર્ટ માટે વધુ કામ. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો રહે છે. આજ કારણ છે કે ડોક્ટર્સ દર્દીઓને વધુ મીઠુ, અથાણા, સોસ, ચીઝ, ફ્રોઝન ફૂડ્, અને ટેબલ સોલ્ટથી બચવાની સલાહ આપે છે.
માત્ર મીઠું નહિ, વધુ ફોસ્ફરસથી પણ હાર્ટ એટેકનો ખતરો
મીઠાની સાથે ફોસ્ફરસનો ડેઈલી ડોઝ લગભગ 7000 માઈક્રોગ્રામ નક્કી છે, જો તેનાથી વધુ માત્રામાં ફોસ્ફરસ શરીરમાં આવે તો કેલ્શિયમને શરીરમાંથી બહાર કરી દે છે. જેના કારણે હાડકા નબળા પડે છે. ફોસ્ફરસ અને કેલ્શિયમની વધુ માત્રા બ્લડ વેસલ્સ, ફેફસા, આંખો, હાર્ટમાં કેલ્શિયમ જામવાનું કારણ બને છે. તેના કારણે પણ હાર્ટ એટેક, સ્ટ્રોક અને ઘણી વખત ડેથનો પણ ખતરો રહે છે.
પોટેશિયમની કમી
ઉત્તર ભારતના લોકોમાં ન્યુટ્રિશન બેલેન્સની કમી અભ્યાસમાં જોવા મળે છે. ડબલ્યુએચઓ મુજબ સાડા ત્રણ ગ્રામ પોટેસિયમ જરૂરી છે, પરંતુ મોટાભાગના લોકો નક્કી કરેલી માત્રાથી ઓછું પોટેશિયમ લે છે. પોટેશિયમનો મેઈન સોર્સ નટ્સ, લીલા શાકભાજી, ફળ જેમકે કીવી અને કેળામાં હોય છે.
પ્રોટીનની કમી
અભ્યાસમાં હજુ પણ ચોંકાવનારી વાત સામે આવી છે. નોનવેજ ફૂડ પસંદ કરવા છતા નોર્થ ઈન્ડિયાના હેલ્ધી લોકો પ્રોટીન ઓછું ખાય છે. શરીરના વજનના 0.8થી 1 ગ્રામ પ્રતિ કિલોગ્રામની જરૂરિયાતના પ્રમાણમાં પ્રોટીનનું સેવન શરીરના વજનની 0.78 ગ્રામની આસપાસ રહે છે. આ સમસ્યા વેજિટેરિયન લોકોમાં પણ જોવા મળી. મહિલાઓમાં પોષક તત્વોની પુરુષોની સરખામણીમાં વધુ કમી છે. પુરુષોમાં બેલેન્સ ફૂડની કમી જોવા મળે છે.
આ પણ વાંચોઃ ભારતમાં આ જગ્યા પર મળી આવે છે તરતા ઊંટ, ખાસિયત જાણીને નવાઈ લાગશે