ઉત્તર ગુજરાતએજ્યુકેશનગુજરાત

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં લેવાનાર પરીક્ષા મોકુફ, જાણો હવે ક્યારે યોજાશે પરીક્ષા

Text To Speech
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા એક નિર્ણય લેવાયો છે, જેમાં પરીક્ષા એક અઠવાડિયું મોડી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • 20/06/2023ના યોજાવાની હતી પરીક્ષા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં પાટણ અને બનાસકાંઠામાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે 20/06/2023થી શરુ થતી પરીક્ષા એક અઠવાડિયું મોડી શરુ થશે.

 

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં લેવાનાર પરીક્ષા મોકુફ, જાણો હવે ક્યારે યોજાશે પરીક્ષા

 

બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. તે પ્રમાણે બે દિવસથી ઉત્તર ગુજરાતના પાલનપુર, પાટણ, રાધનપુર, સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થતાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક સમાચાર સામે આવ્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં જે પરીક્ષાઓ લેવાની હતી તે હવે એક અઠવાડિયું મોડી લેવાનો યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે. તા. 20/06/2023થી શરુ થતી પરીક્ષા એક અઠવાડિયું મોડી શરુ થશે, એટલે કે હવે તા. 26/06/2023ના રોજ યોજાશે.

આ પણ વાંચો: કોફી વિથ કરણ શોમાં શાહરૂખ અને આર્યન પહેલીવાર સાથે મળશે જોવા

Back to top button