નોરા ફતેહીનો વિડીયો વાયરલ,અભિનેત્રીની બેગને જોઈ યુઝર્સે કહ્યું ‘આ શું ..’
નોરા ફતેહીનો એક વિડીયો વાયરલ થયો છે. નોરા વિડીયોમાં સાડીમાં જોવા મળી છે. જેમાં અભિનેત્રી ખુબ જ સુંદર લાગી રહી છે. પરંતુ લોકોની નજર અભિનેત્રીના બેગ પર વધુ જોવા મળી હતી. જેના કારણે અભિનેત્રી ટ્રોલ થઇ છે.નોરા ફતેહી તેના સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તે દરેક વખતે પોતાના લુકથી ફેન્સને ચોંકાવી દે છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ફેશન શો ગુરુવારે મુંબઈમાં યોજાયો હતો.
જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, અંશુલા કપૂર અને નોરા ફતેહી સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. નોરા બ્લેક સિક્વન્સ સાડી પહેરીને ઈવેન્ટમાં પહોંચી હતી.નોરાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.રેડ કાર્પેટ પર વોક કરતી વખતે નોરા ફતેહીનો પગ તેની સાડીમાં ફસાઈ ગયો હતો.નોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોરા આ સાડી સાથે એક નાની બેગ લઈ રહી છે. જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે.
View this post on Instagram
અભિનેત્રીની બેગને જોઈ યુઝર્સે કહ્યું : ‘અરે આટલી મોટી બેગ. જ્યારે બીજાએ લખ્યું- આ પર્સમાં શું રાખ્યું છે. શું બેગમાં ઈયરફોન છે? ‘આ સાથે જ અભિનેત્રીને ટ્રોલ કરવમાં આવી રહી છે.સાથે સાથે અભિનેત્રીના ચાહકો નોરાની તારીફ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ‘પ્રોજેક્ટ K’ના નામનો થયો ખુલાસો, અમિતાભ-દીપિકા અને પ્રભાસનો જોરદાર સીન