નોરા ફતેહીએ બ્લેક ડ્રેસમાં બતાવી ‘કાતિલ અદા’, જુઓ વીડિયો


બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. આ વખતે વેલેન્ટાઈન ડે પર તેણે ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં પોતાનો એક વીડિયો અપલોડ કર્યો છે. તેના ફેન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં નોરા ફતેહીએ સિક્વિન્સ કોકટેલ ડ્રેસ પહેર્યો છે. આ કાળા રંગનો શોલ્ડર લેસ ડ્રેસ પાછળથી સાવ કાળો છે. આગળથી તે ચમકતા તારાઓની પેટર્ન ધરાવે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક આફ્રિકન રેપ ગીત વાગતું સંભળાય છે.
View this post on Instagram
યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો પર અત્યાર સુધીમાં લગભગ 468 હજાર લાઈક્સ આવી છે. વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 3.1 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં નોરા હોટલના રૂમની પાસેની ગેલેરીમાં જોવા મળી રહી છે. વિડિયોમાં, નોરા પોતાનો ડ્રેસ બતાવતી વખતે થોડાક ડગલાં આગળ અને પાછળ ફરી રહી છે. નોરાનો ડ્રેસ જોઈને લોકો ગીતની મજા લઈ રહ્યા છે. યુઝર્સ વીડિયોને વારંવાર પ્લે કરીને જોઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.