અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

શ્રાવણ-અધિક માસના કારણે નોનવેજ વેપારીઓને થશે કરોડોનું નુકશાન; ચિકનનો ભાવ 250થી સીધો 120 રૂપિયા

  • ચિકન, મટનના મોટા ભાગના દુકાનદારો અધિક માસ સુધી વેપાર બંધ રાખે એવી શક્યતા.
  • અધિક-શ્રાવણ માસ એકસાથે આવતાં 2 મહિના નોનવેજના વેપારને થશે અસર.

વર્ષો પછી એક જ વર્ષમાં અધિક માસની સાથે શ્રાવણ માસ આવતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ચિકન, મટન સહિત નોનવેજના વેપારીઓને ભારે અસર થશે. અમદાવાદ શહેર સહીત સુરત શહેરમાં પરંપરાગત સુરતી જ્ઞાતિઓ અને બંગાળી સમાજ, અધિક માસમાં નોનવેજ આરોગવાનું ટાળતો હોવાથી ચિકન, મટનના મોટા ભાગના દુકાનદારોએ અધિક માસ સુધી વેપાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ચિકનના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, અધિક માસ અને શ્રાવણ માસ એકસાથે આવતો હોવાથી નોનવેજના શોખીનોએ ગત રવિવાર સુધીના પખવાડિયામાં ધરાઈને નોનવેજ આરોગ્યું હતું. જેના લીધે કિલો ચિકનના ભાવ 250 રૂપિયા કિલો ટાઈટ રહ્યો હતો. પણ હવે અધિકનો એક મહિનો આખો અને શ્રાવણ માસમાં ગ્રાહકી ખૂબ ઓછી રહેવાની હોવાથી ચિકન 100 થી 120 રુપિયે કિલો બજારમાં વેચાવા લાગ્યો છે.

બજારમાં ભાવ કેમ ઓછો કરવાનો નિર્ણય લેવાયો?

અધિક-શ્રાવણ માસ એકસાથે આવતાં બજારમાં મંદી વર્તાવાની સક્યતાએ જોર પકડ્યુ છે. ત્યારે  મુસ્લિમ, ક્રિશ્ચિયન, પંજાબી અને બંગાળી મુસ્લિમની ગ્રાહકી ખેંચવા આ નિર્ણય લેવાયો છે. જો કે, જાણકારો કહે છે કે, ભાવ ઘટવા છતાં રિટિન કરતાં ગ્રાહકી 20થી 30 ટકા જ રહેશે. એજ રીતે ઈંડાંનો ભાવ અત્યારે હોલસેલમાં 100 ઈંડાંનો 470 રુપિયા થઈ ગયો છે. અત્યારે એક નંગ ઈંડાંનો ભાવ છૂટક માર્કેટમાં 6 રુપિયા છે. જો ગ્રાહકો ઘટશે તો આ ભાવ ઘટીને નંગ દીઠ 5 રુપિયાથી 05.50 રુપિયા થઈ શકે છે. માછલીનો ભાવ જ્યાં અઠવાડિયા પહેલાં દોઢથી બે કિલોના 1200થી 1400 હતા, તે આજે 600થી 800 રુપિયા થઈ ગયો છે. એ જોતાં ચિકન, મટન, ફિશ, જિંગા, બુમલા આ તમામ પ્રકારની નોનવેજ પ્રોડક્ટનો ભાવ ઘટશે.

આ વર્ષે અધિક શ્રાવણના બે મહિના, 16 વિસ શ્રાદ્ધના અને 9 દિવસનાં નોરતાં દરમિયાન વેપાર નહીંવત:

દિવાળી સુધી આ વર્ષ નોનવેજનો વેપાર ઠપ્પ રહેશે. આ વર્ષે અધિક શ્રાવણના બે મહિના, 16 દિવસ શ્રાદ્ધના અને 9 દિવસનાં નોરતાં દરમિયાન વેપાર નહીંવત રહેશે. કારણ કે, હિન્દુ પરંપરામાં આ દિવસો શુભ માનવામાં આવે છે. એમાં માંસાહાર ત્યજી દેવામાં આવે છે. શ્રાવણ માસમાં બુધ, શુક્ર અને રવિવાર 5થી 10 ટકા ગ્રાહકી રહે છે.

અમદાવાદમાં 2.75 લાખ લોકોની રોજગારીને અસર થશે:

આ વર્ષ બે મહિના અધિક અને શ્રાવણ માસના, 16 દિવસ શ્રાદ્ધના અને 9 દિવસ નોરતાંના મળી દિવાળી સુધીની સિઝન નોનવેજ વિક્રેતાઓની નબળી રહેશે. સુરતમાં આ ક્ષેત્રમાં 2.75 લાખ લોકો નિર્ભર છે. એક મટનની દુકાન પર 8 માણસની રોજીરોટી નભે છે. ૩ કર્મલા કે મંડીમાં, 1 ઓટો રિક્ષામાં માલ લાવનાર અને બે કારીગર અને એક લેબર મળી 8 લોકોનું ગુજરાન ચાલે છે. વેપારના અભાવે 90 % લોકો આ સમયગાળામાં રોજગાર ગુમાવશે.

આ પણ વાંચો: સહારાના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, આ રીતે મેળવી શકાશે રિફંડ

Back to top button