ગુજરાત

બિનખેતીના હુકમમા શરતભંગના કેસો એક ઝાટકે રદ, NA પરમિટમા બાંધકામની સમય મર્યાદા હટાવી દેવાઈ

Text To Speech

ખેડૂતોની જમીનમાં બિનખેતીમાં રૂપાંતરણ માટે કલેક્ટર દ્વારા આપવામાં આવતા પરવાનગી હુકમમાં બાંધકામ માટેની સમયમર્યાદાની શરતને હટાવી દેવામાં આવી છે. મહેસૂલ વિભાગે શુક્રવારે આ ક્રાંતિકારી નિર્ણય જાહેર કરતાની સાથે જ તાત્કાલિક અસરથી આ નિયમનો અમલ કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ બિનખેતીના કિસ્સામાં અધિકારીઓ દ્વારા બાંધકામની સમયમર્યાદાના નામે ખેડૂતોને દેખાડવામાં આવતો શરતભંગના ડરનો કાયમી ધોરણે અંત આવશે.

અગાઉથી ચાલતા સેંકડો કેસ પણ આપોઆપ નિરસ્ત થશે
પરિપત્રમાં વર્ષ 1876ના જમીન મહેસૂલ સંહિતાની કલમ 66-67 હેઠળ શરતભંગના કેસ ચલાવતી વખતે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા બાબતના કેસને શરતભંગ ન ગણવા તમામ કલેક્ટરને સુચના અપાઈ છે. એટલે કે અગાઉના વર્ષમાં બિનખેતીના હુકમમાં બાંધકામની શરતનો ભંગ થયો હોય તેવા સેંકડો કેસ પણ શુક્રવારથી આપોઆપ નિરસ્ત થઈ જશે.

મહેસુલ વિભાગના નિર્ણયથી NA થયેલી જમીનોના માલિકોને ફાયદો
ગુજરાતમાં કોઈ પણ ખેડૂત જ્યારે પોતાની માલિકીની જમીનને બિનખેતીમાં રૂપાંતરણ માટે અરજી કરે છે ત્યારે તેની મંજૂરી અર્થાત પરવાનગી ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાની શરતે હુકમ થાય છે. જો કે 16 જૂનનાં રોજ મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી સુનિલ સુલજાની મંજૂરી બાદ વર્ષ 1972 ગુજરાત જમીન મહસૂલ નિયમોના નિયમ-87 હેઠળ સનદનો નમૂનો ‘ત’માંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત ક્રમાંક-4 દૂર કરાઈ છે. આ શરતમાં મંજૂરી મળ્યા તારીખથી મહત્તમ ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું રહેતું હતું. તેવી જ રીતે વર્ષ 1879ની મહેસૂલ સંહિતાની કલમ-65 હેઠળ પણ ઓનલાઈન હુકમમાંથી બાંધકામ પૂર્ણ કરવાની શરત દૂર કરાઈ છે. ઉલ્લેખનિય છે કે મહેસૂલ વિભાગના આ નિર્ણયથી બિનખેતીના હુકમમાં બાંધકામની શરતભંગના કિસ્સાના નામે અધિકારી તરફથી થતી કનડગત અને ભ્રષ્ટાચારમાં કાપ મૂકાશે.

જમીન સાથે જોડાયેલાં છે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જમીન સાથે જોડાયેલાં મંત્રી છે, જેને લઈને તેમને અનેક ઉદાહરણ પૂરાં પાડ્યા છે. ભાજપના કર્મિષ્ઠ કાર્યકર્તાની સાથે લોકોની મદદ હંમેશા અગ્રેસર રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી બન્યા બાદ પણ જમીન સાથે જોડાયેલા રહેવાની લાક્ષણિકત ભૂલ્યાં નથી. હાલ થોડાં માસ પહેલાં મહેસૂલ મંત્રીની હાજરીમાં મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મેહેસુલ મેળામાં હાજરી આપવા આવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કાર્યક્રમના નિર્ધારીત સમય પહેલાં જ વલસાડ પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, મહેસુલ મેળામાં જતા પહેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રોટોકોલ તોડી અને પોતાની ગાડીમાંથી ઉતરી અને એક રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં જ બેસી તેઓ કોઈપણ જાતની જાણ કર્યા વિના સીધા જ વલસાડની રજિસ્ટાર કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં દસ્તાવેજ કરાવવા આવેલા અને પોતાનું કામ લઈને આવેલા અરજદારો સાથે મુલાકાત કરી હતી.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતેની કચેરીમાં અચાનક જ રિક્ષામાં બેસીને પહોંચી ગયા હતા.

એક કેબિનેટ મંત્રી અચાનક જ રિક્ષામાં રજીસ્ટર કચેરી સુધી પહોંચતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી. પોતાના કામ માટે કચેરીએ આવેલા અરજદારો પણ મંત્રીને જોઈને ચોંકી ગયા હતા. પોતાની કામ કરવાની આગવી શૈલી પ્રમાણે જ રાજેન્દ્ર ત્રિવેદી સીધા અરજદારો સાથે મુલાકાત કરી અને તેમની સાથે તેમની પૂછપરછ કરી હતી. અને કોઈ સમસ્યા હોય તો જણાવવા જણાવ્યું હતું. સાથે તેઓએ આ સરકારી કામમાં કચેરીમાં કોઈ કર્મચારી કે અધિકારી પૈસાની માંગણી કરે છે કે કેમ તેવી પણ અરજદારો સાથે પૂછપરછ કરી હતી. અરજદારોને એ પણ પૂછ્યું કે, નિર્ધારિત સમયમાં જ તેમનું કામ થઈ જાય છે કે કેમ..?? આ સાથે અનેક પ્રકારની પૂછપરછ કરી હતી. આમ એક અરજદારને લઈને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક કર્મચારી સાથે પણ વાતચીત કરી હતી.

આ પહેલાં તેમને રશિયા-યુક્રેન યુદ્ધ બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી વ્હેલામાં વ્હેલીતકે ત્યાં કાઢવા માટે મોદી સરકાર પ્રયત્નશીલ છે તેવી ધરપત આપી હતી.

Back to top button