ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

નોઈડાનું એરપોર્ટ વર્ષના અંત સુધીમાં થઈ જશે તૈયાર, યુપીને મળશે પાંચ નવા એરપોર્ટ

Text To Speech
  • જેવર એરપોર્ટ આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જશે, હાલમાં નોઈડામાં જેવર એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે
  • આગામી એક-બે મહિનામાં યુપીને મળશે વધુ પાંચ નવા એરપોર્ટ

ઉત્તર પ્રદેશ, 8 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં માહિતી આપતાં કહ્યું કે આગામી એક કે બે મહિનામાં ઉત્તર પ્રદેશમાં પાંચ નવા એરપોર્ટ ખોલવામાં આવશે. સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં એક કે બે મહિનામાં વધુ પાંચ એરપોર્ટનું સંચાલન શરૂ થશે, જ્યારે જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ આ વર્ષના અંત સુધીમાં ખુલ્લુ મુકવામાં આવશે.

જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો રનવે થઈ રહ્યો છે તૈયાર, જૂઓ વીડિયો

 

બલિયા એરપોર્ટ પર પૂછવામાં આવેલા પ્રશ્ન પર સરકારે શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટી (BJP) ના રવિન્દ્ર કુશવાહાએ સરકારને કુશીનગરથી નિયમિત ફ્લાઈટ્સ અને બલિયામાં એરપોર્ટ બનાવવાની સરકારની યોજના વિશે પૂછ્યું હતું. ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે બલિયામાં એરપોર્ટને લઈને રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રસ્તાવ આવ્યો નથી, જો પ્રસ્તાવ આવશે તો કેન્દ્ર ચોક્કસપણે તેના પર વિચાર કરશે. સિંધિયાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 10 એરપોર્ટ કાર્યરત છે અને પાંચ એરપોર્ટ એક-બે મહિનામાં કાર્યરત થશે અને આ વર્ષના અંત સુધીમાં જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થશે.

દેશમાં 149 એરપોર્ટ

તેમણે કહ્યું કે આ સાથે ઉત્તર પ્રદેશના કુલ 16 એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ ઓપરેટ થશે. વધુમાં તેમણે કહ્યું કે પહેલા દેશમાં 74 એરપોર્ટ હતા, પરંતુ હવે તેની સંખ્યા વધીને 149 થઈ ગઈ છે અને મુસાફરોની સંખ્યામાં સતત વધારો થવાને કારણે દેશ 2030 સુધીમાં હવાઈ મુસાફરીમાં ત્રીજા સ્થાને પહોંચી જશે.

આ પણ વાંચો: ગૌતમ અદાણીનું જોરદાર પુનરાગમન: ફરીથી 100 બિલિયન ડૉલર ક્લબમાં મળ્યું સ્થાન

Back to top button