નોઈડા મતદાર યાદીમાંથી કોંગ્રેસ નેતા ગુરદીપ સપ્પલનું નામ ગાયબ, SIR પર ઉઠાવ્યા સવાલ

નોઈડા: યુપીમાં SIR મતદાર યાદીનો ડ્રાફ્ટ આવી ગયો છે. મતદારો પોતાના અને પોતાના પરિવારના સભ્યોના નામ યાદીમાં ચકાસી શકે છે. આ કરવા માટે, તેમણે ચૂંટણી પંચની વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને મતદાર યાદી ડાઉનલોડ કરવી પડશે. તેમને પોતાના અને પરિવારના સભ્યોના નામ તેમાં જોવા મળશે. જોકે, ઘણા લોકોએ પોતાના નામ ન હોવાની ફરિયાદ કરી છે. આમાંના એક કોંગ્રેસના નેતા ગુરદીપ સિંહ સપ્પલ છે, જે કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય પણ છે.
તેમણે X પરની એક પોસ્ટમાં પોતાના પ્રશ્નો શેર કર્યા. આમાં તેમણે કહ્યું છે કે સરનામું બદલ્યા પછી, તેમનું નામ નવી યાદીમાં નથી.
તેમણે પોસ્ટમાં લખ્યું….
ઉત્તર પ્રદેશમાં SIR મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત થઈ ગયો છે. મારું અને મારા પરિવારનું નામ તેમાં નથી. જોકે, અમારા નામ 2003ની મતદાર યાદીમાં હતા. પાછલી ચૂંટણીમાં પણ અમારા નામ મતદાર યાદીમાં હતા. અમારા માતા-પિતાના નામ પણ 2003ની મતદાર યાદીમાં હતા. અમે ચૂંટણી પંચના નિયમો મુજબ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા. અમારી પાસે પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક ખાતા, મિલકતના કાગળો અને દસમા ધોરણના પ્રમાણપત્રો – બધું જ છે.
उत्तर प्रदेश की ड्राफ्ट SIR वोटर लिस्ट प्रकाशित हो गई है।
इसमें मेरा और मेरे परिवार का नाम ग़ायब है।
जबकि:
हमारे नाम 2003 की वोटर में शामिल थे।
हमारे नाम पिछले चुनाव की वोटर लिस्ट में भी शामिल थे।
हमारे माता-पिता के नाम भी 2003 की वोट लिस्ट में शामिल थे।
हमने चुनाव आयोग के…— Gurdeep Singh Sappal (@gurdeepsappal) January 6, 2026
તેમણે આગળ લખ્યું, “મેં પોતે ભારતના ઉપરાષ્ટ્રપતિ સાથે સેવા આપી હતી અને રાજ્યસભા સચિવાલયમાં જોઇન્ટ સેક્રેટરી પણ હતો. સાથે જ કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ CWCનો સભ્ય પણ છું. એટલું જ નહીં, SIR અને અન્ય મુદ્દાઓ પર ચૂંટણી પંચમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળનો પણ અનેક વખત ભાગ રહ્યો છું અને આ બધું BLO પણ જાણે છે. તે છતા પણ અમારા નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાઈ ગયા.
કારણ સમજાવતા તેમણે લખ્યું, “કારણ: અમે ઉત્તર પ્રદેશના સાહિબાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી અમારું ઘર નોઈડા વિધાનસભા મતવિસ્તારમાં શિફ્ટ કર્યું હતું. અને અમને કહેવામાં આવ્યું કે SIR માં સ્થળાંતર થયેલા મતદારોના નામ જાળવી રાખવાની કોઈ જોગવાઈ નથી! મતલબ કે, જો કોઈ મતદારે પોતાનું ઘર કોઈ નવા વિસ્તારમાં બદલી લીધું હોય, તો તેનું નામ કાપી નાખવામાં આવ્યું છે.”
આખી સિસ્ટમ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, “મારા જેવા લાખો genuine મતદારો છે. હું કદાચ હજુ પણ નવું ફોર્મ 6 ભરીને મારુ અને મારા પરિવારનું નામ ઉમેરી શકું છું, પરંતુ કેટલા લોકો તે કરી શકશે? આ છે SIR ની સચ્ચાઈ!”
આ પણ વાંચો: દિલ્હીના ત્રિલોકપુરીમાં 17 વર્ષના યુવકની ઢોર માર મારીને હત્યા; 6 સગીરોની અટકાયત












