ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા નોએલ ટાટા, બેઠકમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય

Text To Speech

મુંબઈ-  11 ઓકટોબર : ટાટા નોએલને ટાટા ટ્રસ્ટના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ટાટા ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં સૌની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત નોએલને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે  દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો હતો . ટાટા ગ્રૂપના ચેરમેન એમેરેટસ સ્વર્ગીય રતન ટાટાના ભાઈ નોએલ ટાટા આયરલેન્ડમાં બિઝનેસમેન છે. નોએલ ટાટા અને રતન ટાટા ભાઈઓ છે. જોકે, બંનેની માતાઓ અલગ-અલગ છે. રતન ટાટા પરિણીત નથી અને તેમને સંતાન નથી.  નોએલ ટાટાને રતન ટાટાના ઉત્તરાધિકારી તરીકે પણ ગણવામાં આવી રહ્યા હા. નોએલ ટાટાને રતન ટાટાના વારસદાર તરીકે  આશરે રૂ. 3800 કરોડની સંપત્તિ મળશે.

રતન ટાટાના પિતા નવલ હોર્મુસજી ટાટાએ બે વાર લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન સુની ટાટા સાથે થયા હતા. સુની અને નવલના મોટા પુત્ર નવલ ટાટા છે, જ્યારે બીજા પુત્ર જીમી ટાટા છે. આ પછી તેણે સિમોન સાથે લગ્ન કર્યા. સિમોન અને નવલ ટાટાના પુત્રનું નામ નોએલ ટાટા છે, જેને રતન ટાટાના આગામી ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવે છે.

નોએલ ટાટાનાં બાળકો શું કરે છે?

નોએલ ટાટાનાં ત્રણ બાળકો છે, જેઓ ટાટા ગ્રુપમાં અલગ-અલગ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. 32 વર્ષીય નેવિલ ટાટા તેમના પારિવારિક વ્યવસાયમાં સક્રિયપણે સંકળાયેલા છે. cતેણે માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે, જે ટોયોટા કિર્લોસ્કર ગ્રુપના છે. નેવિલ સ્ટાર બઝારનું નેતૃત્વ કરે છે, જે ટ્રેન્ટ લિમિટેડ હેઠળની જાણીતી હાઇપરમાર્કેટ ચેઇન છે, જે ટાટા ગ્રૂપમાં ભાવિ લીડર તરીકેની તેમની સંભવિતતાને પ્રકાશિત કરે છે. 34 વર્ષીય માયા ટાટાએ બેયસ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી ડિગ્રી મેળવી છે. તેઓ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં મહત્ત્વના હોદ્દા પર કામ કર્યું છે. ટાટાની નવી એપ લોન્ચ કરવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 39 વર્ષના લિયા ટાટા ટાટા ગ્રુપના હોસ્પિટાલિટી સેક્ટરની દેખરેખ રાખે છે. તે તાજ હોટેલ્સ રિસોર્ટ્સ અને પેલેસ સંભાળે છે. તે ઈન્ડિયન હોટેલ કંપનીની દેખરેખ પણ કરે છે.

નોએલ ટાટાનો અભ્યાસ 

નોએલ ટાટાએ યુકેની સસેક્સ યુનિવર્સિટી અને INSEAD માં ઈન્ટરનેશનલ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે. નોએલને તેમના વ્યૂહાત્મક કૌશ્લ્ય અને ગ્રૂપના વિઝન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે ઓળખાય છે. નોએલ ટાટાને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના છઠ્ઠાં ચેરમેન તરીકે નિમાયા છે.

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને હાઈકોર્ટથી રાહત મળી, મની લોન્ડરિંગ સાથે જોડાયેલો મામલો

Back to top button