Nobel Prize 2022 ની જાહેરાત, જાણો ક્યાં પુરસ્કાર માટે કોની થઈ પસંદગી
આ વર્ષના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. 2022 ના સાહિત્ય ક્ષેત્રના નોબેલ પ્રાઈઝ માટે ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને આપવામાં આવ્યો છે. એનીનો જન્મ 1 સપ્ટેમ્બર, 1940ના રોજ થયો હતો. તે ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર છે. તેમનું સાહિત્યિક કાર્ય મોટાભાગે આત્મકથા છે. જે સમાજશાસ્ત્ર પર આધારિત છે. આ અંગે વધુમાં નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે આર્નોને તેમના લખાણો માટે આ સન્માન આપવામાં આવ્યું હતું જેણે હિંમત અને અલંકારિક ઉગ્રતા સાથે વ્યક્તિગત મેમરીની આંતરિક, સિસ્ટમો અને સામૂહિક અવરોધોને ઉજાગર કર્યા હતા. સ્વીડિશ એકેડેમીના કાયમી સચિવ, મેટ્સ માલમે, સ્વીડનના સ્ટોકહોમમાં ગુરુવારે નોબેલ પ્રાઈઝ વિજેતાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ સ્ટેશન પર મુસાફરોને મુકવા જવાનું પણ મોંઘુ પડશે
રસાયણશાસ્ત્રનું નોબેલ આ વ્યક્તિઓને મળ્યું
રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર યુએસએની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેરોલીન બર્ટોઝી, યુનિવર્સિટી ઓફ કોપનહેગન (ડેનમાર્ક)ના મોર્ટન મિલ્ડોલ અને કે. બેરી શાર્પલેસને આપવામાં આવ્યો હતો. તેઓને ક્લિક રસાયણશાસ્ત્ર અને બાયોર્થોગોનલ રસાયણશાસ્ત્રના વિકાસ માટે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો
ભૌતિકશાસ્ત્રનું નોબેલ કોને આપવામાં આવ્યું ?
વધુમાં 2022 માટે ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ ત્રણ વૈજ્ઞાનિકોને ક્વોન્ટમ મિકેનિક્સના ક્ષેત્રમાં તેમના કામ માટે આપવામાં આવ્યો હતો. ફ્રાન્સના વૈજ્ઞાનિક એલેન એસ્પેક્ટ, અમેરિકાના જોન એફ ક્લોઝર અને ઓસ્ટ્રિયાના એન્ટોન ગેલિંગરને 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (લગભગ 7.5 કરોડ રૂપિયા) મળશે.
સ્વીડનના વૈજ્ઞાનિક પાબોને આ નોબેલ પ્રાઈઝ મળ્યું
આ વર્ષનું મેડિસિનનું નોબેલ પુરસ્કાર સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને એનાયત કરવામાં આવ્યું છે. તેમને આ પુરસ્કાર ‘માનવની ઉત્ક્રાંતિ’ પર તેમની શોધ માટે આપવામાં આવ્યો છે. પાબોએ આધુનિક માનવીઓ અને લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓના જીનોમની સરખામણી કરીને દર્શાવ્યું કે તેઓ મિશ્રિત છે.