નૂહ હિંસાનું કાવતરું પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું, માસ્ટર માઈન્ડ અલીજાને તેની ધરપકડ બાદ ખુલાસો કર્યો
- SITએ ગુનાના માસ્ટરમાઇન્ડ ફિરોઝપુરના રહેવાસી અલીજાનની પણ ધરપકડ કરી છે અને તેના બે સાથીઓ સાથે કાવતરું ઘડવામાં સામેલ છે.
હરિયાણાની નૂહ હિંસાનું ષડયંત્ર પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું. આરોપીઓએ પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે બ્રજ મંડળ યાત્રા દરમિયાન ક્યારે, ક્યાં અને કેવી રીતે હુમલો કરવો. પોલીસે આ ઘટનાના માસ્ટર માઈન્ડ અલીજાનની ધરપકડ કરી છે. અલીનું પગેરું અને ઓળખના આધારે પોલીસે અન્ય બે આરોપીઓને પણ પોતાની કસ્ટડીમાં લીધા છે જ્યારે એક હજુ ફરાર છે.
SITની તપાસમાં શું આવ્યું સામે?
SITની તપાસમાં સામે આવ્યું છે કે આ હિંસાની સ્ક્રિપ્ટ એક દિવસ પહેલા લખવામાં આવી હતી. હિંસા માટે તમામ તૈયારીઓ 24 કલાક અગાઉથી જ કરી લેવામાં આવી હતી. આ ખુલાસા પછી, એસઆઈટીએ આ ઘટનાના મુખ્ય સૂત્રધાર, ફિરોઝપુરના રહેવાસી અલી જાન અને તેના બે સાથીદારોની સાથે કાવતરું ઘડવામાં સામેલ હોવાની ધરપકડ કરી છે.
ધરપકડ બાદ અલીજાને SITને શુ કહ્યું?
પૂછપરછ દરમિયાન અલીજાને જણાવ્યું હતું કે તે જાણતો હતો કે બ્રજમંડળ કયા માર્ગેથી નીકળશે અને તેમાં કેટલા લોકો ભાગ લેવાના છે. બધી માહિતી મેળવ્યા પછી, 30મી જુલાઈએ એટલે કે યાત્રાના એક દિવસ પહેલા, અમારા ગામના કેટલાક લોકો સિવાય, કેટલાક સંબંધીઓ પણ આ ઘટનાને અંજામ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા.
ઘટનાને અંજામ આપવા શું તૈયારીઓ કરવામાં આવી હતી?
ઘટનાને અંજામ આપવા માટે દારૂગોળાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાવમાં ઉપયોગમાં લેવાતા કટ્ટા માટે આખી રાત ભરેલ કારતુસ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાથે હિંસા શરૂ થયા પહેલા અને પછી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ અને વીડિયો પોસ્ટ કરીને તેને વાયરલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીની કબૂલાત બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
- પોલીસે આરોપી પાસેથી ડબલ બેરલની ગેરકાયદેસર બંદૂક જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી. પકડાયેલા તમામ આરોપીઓએ આ ઘટનામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી છે.
નૂહ હિંસામાં કોનો હાથ?
પૂછપરછ દરમિયાન મસ્જિદમાંથી અફવા ફેલાવવાનો મામલો પણ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુરિયા મસ્જિદના નલ્હારના રહેવાસી ફજરુએ મસ્જિદના માઈક પર કહ્યું હતું કે યાત્રામાં સામેલ લોકોએ દુકાનમાં લૂંટ ચલાવી હતી. હવે પોલીસ ફજરૂને શોધી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 61 એફઆઈઆર નોંધીને 285 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 5 નવા આરોપીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Chandrayaan 3 Landing: મિશન મૂનમાં ISROએ બચાવ્યા કરોડો રુપિયા, જાણો કેવી રીતે