ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ના આ ગુજરાતની વાત નથીઃ 600 નોકરી અને 25,000ની ભીડ, જાણો ક્યાં ઊભી થઈ આ સ્થિતિ?

નવી દિલ્હી, 17 જુલાઈ, 2024: થોડા દિવસ પહેલાં ગુજરાતના અંકલેશ્વરમાં એક હોટેલમાં નોકરી માટે લાગેલી ભીડને પગલે ચાર-ચાર પગે કૂદી રહેલા માટે એક નવો કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સો મુંબઈનો છે, અને એર ઈન્ડિયામાં ભરતીને લગતો છે.

વાસ્તવમાં, એર ઈન્ડિયાએ લોડરની નોકરી માટે ભરતી કરવા જાહેરાત આપી હતી. આ ભરતી માટે હજારો લોકો પહોંચ્યા હતા, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ હતી.  મંગળવારે 16 જુલાઈએ મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાની રિક્રુટમેન્ટ ડ્રાઈવ દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિ થવાનું કારણ એ હતું કે 600 પોસ્ટ માટે 25 હજારથી વધુ અરજદારો પહોંચ્યા હતા. પરિણામે એર ઈન્ડિયાના કર્મચારીઓને આટલી મોટી ભીડને સંભાળવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. સ્થિતિ એવી હતી કે અરજદારો ફોર્મ કાઉન્ટર સુધી પહોંચવા માટે એકબીજાને ધક્કા ખાતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, અરજદારોને કલાકો સુધી ખોરાક અને પાણી વિના રાહ જોવી પડી હતી અને તેમાંથી ઘણા બીમાર થવા લાગ્યા હતા.

નોકરી માટે ભીડ - HDNews

એરપોર્ટ લોડરે એરક્રાફ્ટ લોડ અને અનલોડ કરવા અને બેગેજ બેલ્ટ અને રેમ્પ ટ્રેક્ટર ચલાવવાની કામગીરી કરવાની હોય છે. દરેક એરક્રાફ્ટને સામાન, કાર્ગો અને ખાદ્યપદાર્થો માટે ઓછામાં ઓછા પાંચ લોડરની જરૂર પડે છે. એરપોર્ટ લોડરનો પગાર દર મહિને ₹20,000 થી ₹25,000 ની વચ્ચે હોય છે, પરંતુ મોટાભાગના લોડર ઓવરટાઇમ ભથ્થાં પછી ₹30,000 કરતાં વધુ કમાય છે. એરલાઇન લોડર્સને ખાવા-પીવાની સુવિધા પણ પૂરી પાડે છે. લોડરની નોકરી મેળવવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ. દરરોજ 100 એરક્રાફ્ટ ઉડે તો પણ 500 થી 600 લોડરની જરૂર પડે છે.

કોઈ મોટી શૈક્ષણિક લાયકાતની જરૂર નથી તેવી આ નોકરી માટે બી.કોમ. અને એમ.કોમ. અભ્યાસ કરેલા ઉમેદવારો પણ આવ્યા હતા એવું કેટલાક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. સાચી વાત એ છે કે, ઘણી મોટી સંખ્યામાં આ ઉમેદવારો કાંતો બીજે કામ કરતા હોય છે અથવા ડબલ નોકરી કરવાની લાલચે આવી જગ્યાઓ પર અરજી કરવા પહોંચી જતા હોય છે.

બરાબર આવી જ સ્થિતિ ગયા અઠવાડિયે ગુજરાતમાં બની હતી. જોકે ત્યારે ગુજરાત મોડેલ અને બેરોજગારી જેવા શબ્દો દ્વારા ગુજરાતને બદનામ કરવાનો કુત્સિત પ્રયાસ થયો હતો. અંકલેશ્વરની ઘટનાની પણ વાસ્તવિકતા એ જ હતી કે, અનેક લોકો બીજે કામ કરતા જ હતા પરંતુ નોકરી બદલવા માગતા હતા અથવા અન્ય કોઈ કારણસર મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અર્થાત એ ઘટના પૂરેપૂરી બેરોજગારીની કે ગુજરાત મોડેલ નહોતી. આવું જ ગઈકાલે મંગળવારે મુંબઈમાં જોવા મળ્યું.

ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વોક-ઇન ઇન્ટરવ્યુ દરમિયાન સેંકડો નોકરી શોધનારાઓ એકબીજાને ધક્કો મારતા એક વાયરલ વીડિયોના દિવસો પછી મુંબઈની ઘટના બની છે. અંકલેશ્વરમાં એક ખાનગી પેઢીમાં માત્ર 10 જગ્યાઓ માટેની ભરતી માટે 1,800 જેટલા ઉમેદવારો આવ્યા હતા, અહીં પણ ભીડ એટલી બધી હતી કે નોકરીવાંચ્છુઓના વજનના કારણે ઓફિસના પ્રવેશદ્વાર તરફ જતા રેમ્પ પરની રેલિંગ તૂટી પડી હતી. સદનસીબે, રેમ્પ બહુ ઊંચો ન હતો, અને રેલિંગ પર પડીને પોતાનું સંતુલન ગુમાવનારા ઉમેદવારોમાંથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.

આ વીડિયોને ટાંકીને કોંગ્રેસે કહ્યું કે આ વીડિયોએ ભાજપના ગુજરાત મોડલને ઉજાગર કર્યું છે અને કહ્યું કે શાસક પક્ષ બેરોજગારીના આ મોડલને સમગ્ર દેશમાં લાગુ કરી રહી છે. જોકે, સ્થાનિક ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ ઘટના માટે ખાનગી પેઢીને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે તેઓ માત્ર 10 જ જગ્યાઓ ભરી રહ્યા છે અને તેઓએ આ ભરતી યોગ્ય રીતે કરવી જોઈતી હતી. અમુક અંશે કંપનીના કારણે આ ઘટના બની છે. અમે તેના વિશે ચિંતિત છીએ અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે.” ત્યારપછી હવે મુંબઈ એરપોર્ટનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા : ડીસામાં બગીચામાં નમાજ પઢતો વિડીયો વાયરલ થતા ચકચાર

Back to top button