‘લગ્ન પહેલાં સેક્સ નહીં’, ઓલિમ્પિક ખેલાડીએ લખી ઈમોશનલ પોસ્ટ


જાણીતી ઓલિમ્પિક ખેલાડી અને અનેક ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી લોલો જોન્સની એક ઈમોશનલ પોસ્ટ વાઈરલ થઈ રહી છે. લોલો જોન્સે કહ્યું કે- લગ્ન પહેલાં સેક્સ નહીં કરવાના નિર્ણયને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. તેમને એમ પણ જણાવ્યું કે એક પુરુષથી 8 મહિના સુધી વાત કર્યા બાદ તેને તે પુરુષને બ્લોક કરવાનો નિર્ણય લીધો.
લોકોની કોમેન્ટ્સ અને રિલેશનશિપથી પરેશાન અમેરિકી એથલિટે ઈન્સ્ટાગ્રામમાં આ પોસ્ટ શેર કરી છે. તેમને જણાવ્યું કે લોકો તેને એક નિર્ણયના કારણે સતત ટ્રોલ કરી રહ્યાં છે. તેમને ચુકાદો કર્યો છે કે તેઓ લગ્ન પછી જ સેક્સ કરશે.

39 વર્ષની ઓલિમ્પિક હર્ડલર અ બોબ્સલેડર લોલો જોન્સે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ પોસ્ટ કરી છે, જેમાં તેને લખ્યું છે- આજે મેં તે યુવકને બ્લોક કરી દીધો જેની સાથે હું છેલ્લા 8 મહિનાથી વાત કરી રહી હતી. હું તેને હવે વધુ ન સહન કરી સકું. તે મને ઘણાં બધાં મિક્સ્ડ સિગ્નલ આપે છે. તે લગ્ન અને બાળકોની વાત કરે છે પરંતુ તે મને ફ્રેન્ડ ઝોનમાં રાખે છે. મને મળવા માટે તે ક્યારેય સમય નથી કાઢતો. મારું હ્રદય ઘણું જ બોજા હેઠળ છે.
જોન્સે વધુમાં લખ્યું- હું મારી ડેટિંગ લાઈફથી ઘણી જ પરેશાન છું. હું ભગવાનને સતત પ્રાર્થના કરીને એક સારા યુવકની માગ કરી રહી છું. હું વર્ષોથી રડતાં રડતાં ભગવાન સમક્ષ એક સારા પતિની માગ કરું છું.

જોન્સે પોતાની ફીલિંગ્સ અંગે આગળ લખ્યું છે કે- હું ભગવાનને તેવી પ્રાર્થના પણ કરી છે કે જો તેઓ નથી ઈચ્છતા કે હું લગ્ન કરું, તો મારા અંદરથી તેની ઈચ્છા પણ ખતમ કરી દે. પરંતુ જેમ જેમ વર્ષો વિતતા જાય છે, મારી અંદર લગ્નની ચાહ વધતી જ જાય છે. હું ઈચ્છું છું મારો પણ એક પરિવાર હોય પણ મારું દિલ તૂટતું રહે છે.
View this post on Instagram
જોન્સે આગળ લખ્યું છે કે- પુરુષ મારી છેડતી કરતા રહે છે કેમકે મેં લગ્ન પહેલાં સેક્સ નહીં કરવાનો પ્રણ લીધો છે. યુવકો મને ડાયરેક્ટ મેસેજ લખે છે કે હું ઘરડી થઈ રહી છું. તેથી હવે રડી રહી છું. ભગવાન તમે ક્યાં છો? મારી ભગવાન સમક્ષ એક જ માગ છે કે તે મારા દિલની ઈચ્છા પૂરી કરે. તમે જ કહો છો ને કે એકથી ભલા બે.
જેના એક દિવસ બાદ જોન્સે એક બીજી પોસ્ટ શેર કરી. તેમને પોતાનો એક વીડિયો પણ શેર કર્યો. જેમાં તે હંસતા હંસતા કહે છે- Wow… શું મેં તે પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં કોમેન્ટ આપનારા લોકોનો આભાર પણ માન્યો, જેમને મારો સાથ આપ્યો છે.
View this post on Instagram