- માનહાની કેસ મામલે સુરત કોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો
- રાહુલ ગાંધીએ સજા પરસ્ટેની કરી માંગ કરી હતી
- કોર્ટે રાહુલ ગાંધીની સજાને યથાવત રાખી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા ફોજદારી માનહાનિ કેસમાં આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. રાહુલ ગાંધીએ નીચલી અદાલતની બે વર્ષની સજાના ચુકાદાને સેશન્સ કોર્ટમાં અપીલ કરીને પડકારી હતી. આ અપીલ પર આજે સુનાવણી હાથ ધરવામા આવી હતી. ત્યારે કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજીને ફગાવી દીધી છે. અને હવે રાહુલ ગાંધીની બે વર્ષની સજાને યથાવત રાખી છે.
મોદી સરનેમ કેસનો આવ્યો ચૂકાદો
સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિ કેસને લઈને આજે સુનાવણી હાથ ધરવામા આવી હતી. માનહાનિ કેસમાં સજા મોકૂફ રાખવા રાહુલની અરજી પર આજે સુરત કોર્ટ ચુકાદો આપ્યો છે. બંને પક્ષની દલીલો પૂર્ણ થતા કોર્ટે તેનો ચુકાદો સંભળાવ્યો હતો. સુરતની સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવ્યો છે અને સજાને યથાવત રાખવામાં આવી છે. જેથી હવે રાહુલ ગાંધીને તેમનું લોકસભાનું સભ્યપદ પરત નહીં મળે.
રાહુલ ગાંધીએ કરી હતી અરજી
3 એપ્રિલે રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.રાહુલને જામીન આપતા કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે રાહુલ ગાંધીની અરજી પરનો નિર્ણય 20 એપ્રિલ સુધી અનામત રાખ્યો હતો. ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવતા ટ્રાયલ કોર્ટના આદેશ સામે રાહુલની અપીલ બાકી હોવાથી ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીને નહી મળે લોકસભાનું સભ્યપદ
2019માં ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર મોદી સરનેમ મુદ્દે ટીપ્પણી કરવા બદલ કેસ કર્યો હતો. જે બાદ સુરતની નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. ત્યારે કોર્ટે તેમની સજા યથાવત રાખતા હવે તેમને લોકસભાનું સભ્યપદ પરત નહીં મળે.
આ પણ વાંચો : Gandhinagar : CRPF સબ-ઇન્સ્પેક્ટરે AK-47 રાઇફલથી કરી આત્મહત્યા, એક વર્ષ પછી થવાના હતા નિવૃત્ત