મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં, પૂર્વ ડેપ્યુટી સીએમ 17 એપ્રિલ સુધી જેલમાં રહેશે
- મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી
- દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ છે આપ નેતા
- મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા
દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ AAP નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
Rouse Avenue Court extends judicial custody of Delhi's former Deputy Chief Minister Manish Sisodia till April 17, 2023, in CBI's case related to alleged irregularities in the now-scrapped excise policy. pic.twitter.com/3DoBqQgwQj
— ANI (@ANI) April 3, 2023
સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ. કોર્ટમાં મનીષ સિસોદિયાની હાજરી દરમિયાન કાર્યકર્તાઓએ AAP હેડક્વાર્ટરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પોલીસે સુરક્ષા માટે રો એવન્યુ કોર્ટ અને ભાજપ હેડક્વાર્ટરની સામે પોલીસ બેરીકેટ્સ લગાવી દીધા છે.
આ પણ વાંચો : રાહુલ-પ્રિયંકા પહોંચ્યા સુરત, ત્રણ રાજ્યોના CM પણ સમર્થનમાં હાજર, BJP પર નિશાન સાધ્યું