બટાકા નથી? વાંધો નહીં, તો લો “આનંદ માણો” હવે ભિંડી-સમોસાનો
- ભારતીય સ્ટ્રીટ ફૂડના રાજા કહેવાતા સમોસાનો વાયરલ વીડિયો જોઈ લોકો ગુસ્સે ભરાયા
HD ન્યૂઝ ડેસ્ક, 17 માર્ચ: આજકાલ ખાણીપીણીના શોખીનોનું ધ્યાન આકર્ષિત કરવા માટે સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ ફૂડ સાથે એવા વિચિત્ર પ્રયોગો કરી રહ્યા છે, જેને જોઈને ક્યારેક મોંમાં પાણી આવી જાય છે તો ક્યારેક ગુસ્સો આવે છે. તાજેતરમાં ભારતના ફેવરિટ સાંજના નાસ્તા સમોસા સાથે પણ કંઈક આવું જ બન્યું. હાલમાં જ ભારતીય સ્ટ્રીટ ફૂડના રાજા કહેવાતા સમોસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે.
તમે આજ સુધી મસાલેદાર બટાકાના સ્ટફિંગ સાથે સમોસાનો સ્વાદ ચાખ્યો જ હશે, પરંતુ જો તેમાંથી તેની સૌથી મુખ્ય સામગ્રી બટાકાને જ કાઢી લેવામાં આવે તો? તમારા માટે આવું વિચારવું સામાન્ય વાત નથી, ખરું ને? જો કે, ડ્રાયફ્રૂટ્સથી લઈને નૂડલ્સ સમોસા સુધીની દરેક વસ્તુ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ આ બધાની વચ્ચે શું તમે ક્યારેય ભિંડી સમોસાનું નામ સાંભળ્યું છે? જો નહીં, તો આ વીડિયો જોવા જેવો છે, જેમાં ભિંડી સમોસા બનાવતા અને ખાવા માટે પીરસવામાં આવતા બતાવવામાં આવ્યા છે.
View this post on Instagram
નવો પ્રયોગ એવો ભિંડી સમોસાનો વીડિયો વાયરલ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વિક્રેતા તેની ગાડી પર ભિંડી સમોસા વેચતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે સ્ટ્રીટ ફૂડ વિક્રેતા પહેલા સમોસાના બે ભાગ કરે છે અને તેની અંદરનું ફિલિંગ બતાવે છે, જેમાં બટાકાની જગ્યાએ ભિંડી(Bhindi) જોવા મળે છે. તેની સાથે ઉપર બટેટા-ચણાનું શાક અને લીલી ચટણી ઉમેરવામાં આવે છે. અંતે, તેના પર કોથમીર અને લીલા મરચા છાંટીને ખાવા માટે પીરસવામાં આવે છે. જેની કિંમત 30 રૂપિયા પ્રતિ પ્લેટ હોવાનું કહેવાય છે.
ભિંડી સમોસા જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા
ભિંડી સમોસાનો આ વીડિયો જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, ‘ભાઈ, આવા લોકોએ સમોસામાંથી મારું મન ઉતારી દીધું છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ગરુડપુરાણમાં આના માટે અલગથી સજા છે.’
આ પણ જુઓ: Elvish Yadavની ધરપકડ, રેવ પાર્ટી કેસમાં નોઈડા પોલીસની કાર્યવાહી