ગુજરાતટોપ ન્યૂઝ

દોરીથી કોઈનું મૃત્યુ કે ઈજા ચલાવી લેવાશે નહિ: ગુજરાત હાઇકોર્ટ

Text To Speech

દરેક વર્ષે ગુજરાતમાં ઉત્તરાયણ આવતાની સાથે જ ચાઇનીઝ દોરીની પણ બોલબોલા હોય છે અને બજારમાં પણ પોલીસની નાક નીચે બેફામ રીતે વેચાય પણ છે. આ જીવલેણ ચાઇનીઝ દોરીથી દર વર્ષે કેટલાય લોકોનો જીવ જાય છે તો કેટલાયને ગંભીર ઈજાઓ પણ થતી હોય છે.

આ પણ વાંચો : સુરત : જૈન સમાજની મહારેલી, મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો

ત્યારે આજ રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકાર પાસે આ ચાઇનીઝ દોરીના વેચાણ પર બે જ દિવસમાં જવાબ માંગતા કહ્યું છે કે, આ જીવલેણ દોરીથી કોઈનું મૃત્યું કે ઈજા થાય તે ચલાવી લેવામાં આવશે નહિ. ગુજરાત સરકાર આ માટે શું પગલા ભરી રહી છે અને કેવી રીતે આ પ્રતિબંધની અમલવારી કરાવશે તેના માટે સરકાર પાસે જવાબ માંગ્યો છે.

દોરીથી કોઈનું મૃત્યું કે ઈજા ચલાવી લેવાશે નહિ ગુજરાત હાઇકોર્ટ - Humdekhengenews

બે જ દિવસમાં સરકાર આપે જવાબ

ગુજરાતમાં દરેક તહેવાર ખુબ જ ઉલ્લાસ પૂર્વક ઉજવાતો હોય છે ત્યારે ઉત્તરાયણ પણ ગુજરાતીઓ માટે અનોખો ઉત્સવનો તહેવાર હોય છે. પણ આ જીવલેણ ચાઇનીઝ દોરીથી કેટલાક ઘરમાં આ આનંદ ઉત્સાહનો તહેવાર માતમમાં ફેરવાઈ જતો હોય છે. દર વર્ષે દોરીના લીધે થતા અકસમાતો અટકાવા માટે સરકાર દ્વારા અનેક દવાઓ કરવામાં આવે છે, પણ પરિણામ સ્વરૂપ કઈ હોતું નથી અને બઝારમાં ખુલ્લેઆમ વેચાતી ચાઇનીઝ દોરી પર કોઈ આકરા પગલા ભરવામાં આવતા નથી. એટલે જ દર વર્ષે ખુલ્લેઆમ આવી દોરી બઝારમાં વેચાતી રહે છે.

આ પણ વાંચો : 84 વિદ્યાર્થીઓ ઠંડીમાં સ્વેટર વગર શાળામાં આવતા શિક્ષક થયાં ભાવુક !

હજુ ઉત્તરાયણના દિવસો બાકી છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં જ સુરત અને વડોદરા એમ બે શહેરોમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. હાલ સમગ્ર મામ્મલો હાઇકોર્ટ પોહચી ગયો છે ત્યારે સરકાર અગામી આ બાબતે શું પગલા લેશે તે બાબતે છ્ત્થી જાન્યુઆરી એ સુનાવણી હાથ ધરવામાં આવશે અને હાઇકોર્ટ આ બાબતે મોટા આદેશ પણ આપી શકે છે.

Back to top button