ટ્રેન્ડિંગસ્પોર્ટસ

છોલે ભટૂરે પર વાત કરવાની જરૂર નથી, બ્રોડકાસ્ટર્સ પર ભડક્યો વિરાટ કોહલી

મુંબઈ, 16 માર્ચ : ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ બ્રોડકાસ્ટર્સ પર ગુસ્સે થઈને કહ્યું કે તેના ફેવરિટ છોલે ભટુરે વિશે ચર્ચા કરવી જરૂરી નથી. કોહલીએ આરસીબીની એક ઈવેન્ટ દરમિયાન કહ્યું, “બ્રૉડકાસ્ટર્સનું કામ ક્રિકેટ પર ચર્ચા કરવાનું છે, રાત્રે મેં શું ખાધું તે જણાવવાનું નથી.” IPL 2025માં ભાગ લેવા માટે કોહલી બેંગલુરુ પહોંચી ગયો છે અને RCB ટીમ સાથે જોડાયો છે.

ફિટનેસને કારણે ચર્ચામાં

વિરાટ કોહલી તેના અંડર-19 દિવસોથી હેડલાઇન્સમાં છે અને છેલ્લા 15 વર્ષથી ભારતીય ટીમનો મહત્ત્વનો ભાગ છે. સ્પોર્ટ્સ સિવાય તે પોતાની ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપે છે. મેચ દરમિયાન બ્રોડકાસ્ટર્સ ઘણીવાર કોહલીના ડાયટ પર ચર્ચા કરતા જોવા મળે છે. દિલ્હીમાં રણજી ટ્રોફી 2025માં પરત ફરતી વખતે કોહલીએ લંચ માટે ચિલી પનીર મંગાવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

 

વિરાટ કોહલીએ આ વાત કહી
કોહલીએ કહ્યું, ‘અમે ભારતને રમતગમતમાં અગ્રણી દેશ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમારી પાસે વિઝન છે. આજે અમે પાયાના સ્તરે કામ કરી રહ્યા છીએ. તેમાં સામેલ તમામની સામૂહિક જવાબદારી હોવી જોઈએ. તે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા લોકો નાણાંનું રોકાણ કરવા વિશે નથી. તે જોનારા લોકો વિશે પણ છે. અમને શિક્ષણની જરૂર નથી.’

તેણે કહ્યું, ‘પ્રસારણ કાર્યક્રમમાં રમતગમત વિશે વાત થવી જોઈએ, નહીં કે મેં ગઈકાલે લંચમાં શું ખાધું કે દિલ્હીમાં મારું મનપસંદ ભોજન છોલે ભટુરે છે. ક્રિકેટ મેચોમાં આવું ન થઈ શકે. તેના બદલે તમે એથ્લેટ ક્યા દોરમાંથી પસાર થઈ રહ્યા છે તે વિશે વાત કરી શકો છો.

IPLમાં કંઈક કરવા માંગીએ છીએ
કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન શાનદાર ફોર્મમાં હતો, જ્યાં તેણે પાંચ મેચમાં 54.50ની એવરેજથી 218 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ હતી. હવે તેની નજર IPLમાં શાનદાર પ્રદર્શન કરવા પર છે.

ભારતીય ક્રિકેટરે પોતાનાથી 9 વર્ષ મોટી છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કર્યા, તેની પત્નીએ કર્યું હતું પ્રપોઝ

T20I ક્રિકેટમાં બન્યો સૌથી શરમજનક રેકોર્ડ, સુપર ઓવરમાં પહેલીવાર બની આ ઘટના

કામવાળી બાઈ નથી આવી, નો ટેન્શન ! હવે અર્બન કંપની 15 મિનિટમાં તમારા ઘરે પહોંચતી કરશે ‘મેઇડ’

૨૦ હજાર કમાતા લોકો પણ ખરીદી  શકે છે આ કાર! આ 4 મોડેલ છે સૌથી સસ્તા 

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button