ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ઠંડીમાં નહિ પડે હીટરની જરૂર, આ રીતે ઘરને રાખો હૂંફાળુ

  • ઠંડીની અસર તમારા શરીરને તો થાય જ છે, પરંતુ તમારા ઘરને પણ તે ઠંડુ બનાવી દે છે. ઠંડીના કારણે આપણે બીમાર પણ પડીએ છીએ. આવી સ્થિતિમાં, પોતાને તેમજ ઘરને ગરમ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે

દિવાળી પૂરી થવાની સાથે સાથે ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થયું છે. શિયાળાનું ધીમે પગલે આગમન થઈ રહ્યું છે. શિયાળા દરમિયાન ઠંડીથી બચવા માટે, તમે ગરમ કપડાં પહેરતા હશો અને તમારી જાતને ધાબળા કે બ્લેન્કેટથી ઢાંકતા હશો, પરંતુ શું તમે ઘરની અંદર આવતી ઠંડી હવાથી બચી શકો છો? કદાચ ના. ઠંડીની અસર તમારા શરીરને તો થાય જ છે, પરંતુ તમારા ઘરને પણ તે ઠંડુ બનાવી દે છે. ઠંડીના કારણે આપણે બીમાર પણ પડીએ છીએ. આવી સ્થિતિમાં, પોતાને તેમજ ઘરને ગરમ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઘરમાં હૂંફ લાવવા માટે લોકો રૂમ હીટર અને બ્લોઅરનો ઉપયોગ કરે છે, પરંતુ દરેકને તે પોસાય તેમ નથી. વળી, તેના ઊપયોગથી વીજળીનું બિલ પણ વધુ આવે છે અને આરોગ્યને પણ નુકશાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો ઘરને ગરમ રાખવા માટે અહીં કેટલીક પ્રાકૃતિક અને સસ્તી રીત અપનાવી શકો છો.

બારી કે દરવાજાની તિરાડ બંધ કરો

જો બારી કે દરવાજામાં નાની તિરાડ હોય તો ઠંડી હવા અંદર આવી શકે છે. આવી સ્થિતિમાં, તેને બંધ કરવા માટે સ્પંજ, કાપડ કે ટેપનો ઉપયોગ કરી શકો છો. તે બહારથી અંદર આવતી હવાને અટકાવશે અને રૂમ ગરમ રહેશે. જો તમે ઇચ્છો તો, તમે બબલ રેપથી પણ બારીઓને આવરી શકો છો. આ રીતે ઠંડી હવા ઘરમાં આવતી અટકી જશે.

ઠંડીમાં નહિ પડે હીટર કે બ્લોઅરની જરૂર આ છે ઘરને ગરમ રાખવાના નેચરલ ઉપાય hum dekhenge news

વુલનની બેડશીટ પાથરો

આજકાલ તો વુલન બેડશીટ ખૂબ જ ફેમસ છે. તેને બેડ પર પાથરવાથી ઠંડીનો અહેસાસ થતો નથી. જો તમારી પાસે વુલન બેડશીટ નથી, તો રૂમને ગરમ રાખવા માટે તમે બેડ પર એક જાડો ધાબળો પાથરી દો. તે તમને હૂંફ આપશે.

મોટા પરદા લગાવો

પડદા ઘરને સુંદર દેખાવ આપે છે. આ ઉપરાંત આ પડદા શિયાળામાં રૂમને ગરમ પણ રાખે છે, પરંતુ આ માટે તમારે જાડા પડદા લગાવવા પડશે. જેના કારણે બહારથી ઠંડી હવા અંદર ન આવી શકશે નહીં. આ સિવાય રૂમમાં કાર્પેટ પણ સારો વિકલ્પ છે. તે રૂમને ગરમ રાખવાનું કામ કરે છે.

ઠંડીમાં નહિ પડે હીટર કે બ્લોઅરની જરૂર આ છે ઘરને ગરમ રાખવાના નેચરલ ઉપાય hum dekhenge news

ટોપ ફ્લોર પર હો તો કરો આ કામ

તમારું ઘર ટોપ ફ્લોર પર હોય તો અહીંની ઠંડી હવા તમને પરેશાન કરી શકે છે. આ માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ટેરેસની છત પર કંઈપણ ન રાખવું. તેનાથી સીધો સૂર્યપ્રકાશ છત સુધી પહોંચશે અને રૂમ આખી રાત ગરમ રહેશે.

આ પણ વાંચોઃ ગીઝર ચાલુ કરીને પરિવાર ખરીદી માટે ગયો, ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી

Back to top button