હવે મોબાઇલ વોલેટની જરૂર નહિ રહેઃ દરેક જગ્યાએ કામ કરશે eRs.
- રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાએ બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લીધા
- યુપીઆઇ કરતા પણ એક કદમ આગળ હશે ઇ-રૂપી
- Rupay Cardના માધ્યમથી જ લોકો વિદેશમાં પણ પેમેન્ટ કરી શકશે
રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાએ પોતાની બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લીધા છે. આ સાથે હવે રોજિંદી જીંદગીમાં લોકોને ડિઝિટલ પેમેન્ટ કરવાનું સરળ બની જશે. હવે ભારતીય ડિઝિટલ પેમેન્ટ વ્યવસ્થામાં UPI કરતા પણ કંઇક મોટુ થવા જઇ રહ્યુ છે. વિદેશ જતા લોકોએ હવે VISA, MASTER CARD કંપનીઓ પર નિર્ભર નહીં રહેવુ પડે, આપણા દેશમાં ઉપયોગમાં લેવાતા Rupay Cardના માધ્યમથી જ લોકો વિદેશમાં પણ પેમેન્ટ કરી શકશે.
RBIએ લીધો મહત્ત્વનો નિર્ણય
RBIએ રૂપે કાર્ડને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. RBIએ તમામ બેન્કોને Rupay prepaid forex card જારી કરવાની અનુમતિ આપી છે. આ સાથે જ RBIએ eRs વાઉચરનો વિસ્તાર વધારવાની જાહેરાત કરી છે. તેના નિયમો થોડા દિવસોમાં જારી થશે. આરબીઆઇના આ પગલાથી Rupay કાર્ડને ગ્લોબલ માર્કેટમાં ઝડપથી આગળ વધારાશે.
UPI કરતા ઝડપથી કામ કરશે eRs.
જ્યારે તમે યુપીઆઇથી પેમેન્ટ કરો છો ત્યારે તમારા બેન્ક સ્ટેટમેન્ટમા વારંવાર નાના નાના પેમેન્ટ જોવા મળે છે, તમારે સ્ટેટમેન્ટ જોવુ હોય ત્યારે ઘણા બધા નાના નાના યુપીઆઇ ટ્રાન્જેક્શન દેખાય છે તેથી મુળ ટ્રાન્જેક્શન શોધવામાં સમય લાગી જાય છે. હવે તમે યુપીઆઇ કે બેન્ક મોબાઇલ એપ્લિકેશન દ્વારા એક વખત ઇ-રૂપીનું વાઉચર લેશો તો તમે સરળતાથી અલગ-અલગ દુકાનો પર તે વાઉચરના માધ્યમથી પેમેન્ટ કરી શકશો.
વારંવારની ચુકવણી બેન્ક સ્ટેટમેન્ટમાં નહી દેખાય. જેવી રીતે પેટીએમ વોલેમાં એક વખત લોડ કરેલા પૈસા તમે કોઇ પણ દુકાન પર ચુકવણી કરો તો બેન્ક સ્ટેટમેન્ટમાં દેખાતા નથી, માત્ર પેટીએમના વોલેટમાં લોડ કરેલા પૈસા જ દેખાય છે. પેટીએમ વોલેટ સિસ્ટમની સમસ્યા એ હતી કે તેનો પ્રયોગ માત્ર paytm પોઇન્ટ પર જ કરી શકાતો હતો. તમે eRsનો ઉપયોગ કોઇ પણ મર્ચન્ટના ત્યાં પેમેન્ટ માટે કરી શકશો.
આ પણ વાંચોઃ રેસલર્સ એશિયન ગેમ્સમાં ભાગ લેશે કે નહીં? સાક્ષી મલિકે કરી સ્પષ્ટતા