RTO કચેરીઓમાં થતી ગેરરીતિને ડામવા માટે તંત્ર એક મહત્વનું પગલું લીધુ છે. હવે RTO ઓફિસમાં કોઈ પણ કામ કરવામાં ગેરરીતિ આચરતા હોય તેમના પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામા આવશે. અને કોઈ પણ કર્મચારી ગેરરીતિ કરતો જણાશે તે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
RTOને બોડી વોર્ન કેમેરાથી કરાશે સજ્જ
રાજ્યમાં હવે RTOમાં કોઈ ગેરરીતિ આચરી ન શકે તેવી કવાયત હાથ ધરાઇ છે. ગુજરાતમાં અનેક RTO કચેરીઓમાંથી ભષ્ટાચારાની બૂમ આવતી હતી ત્યારે તંત્ર આ મામલે હવે મોટુ પગલુ ભરવા જઈ રહ્યું છે. RTOથતા ભષ્ટાચારને ડામવા માટે હવે RTO તંત્રને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે. RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે હવે ટેસ્ટ ટ્રેક, દંડ વસુલતા અને ફિટનેસ ચકસતા અધિકારીઓના ખભા ઉપર બોડી વોર્ન કેમેરા લાગશે. જેથી તમામ કાર્યવાહી પર ઉચ્ચ અધિકારીઓની નજર રહેશે.
આ કર્મચારીઓ પાસે હશે બોડી વોર્ન કેમેરા
ગુજરાતમાં RTO કચેરીઓમાં થતી ગેરરીતિને લઈને તંત્ર એલર્ડ બન્યું છે. અને આ ગેરરીતિને અટકાવવા માટે પોલીસ તંત્રની જેમ RTO તંત્ર પણ હવે બોડી વોર્ન કેમેરાની મદદ લેશે. હવે RTO કચેરીઓમાં પણ બોડી વોર્ન કેમેરા દ્વારા ગેરરીતિને પકડવામાં આવશે. જે માટે RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારી, દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેસની સકાસણી કરતા કર્મીઓ પણ બોડી વોર્ન કેમેરા પહેરશે. આ કેમેરાથી તંત્રના ઉચ્ચ અધિકારીઓ RTOની કામગીરી પર નજર રાખી શકશે. આ કેમેરામાં કર્મચારીઓનો ઓડિયો તેમજ વીડિયો રેકોર્ડ કરાશે.
આ પણ વાંચો : ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે મહત્વનો આદેશ, શિક્ષકો વધુ એક કલાકનો સમય ફાળવી બાળકોને ભણાવશે