ટોપ ન્યૂઝનેશનલ

વિરોધીઓ ગમે તેટલું મોટું ગઠબંધન બનાવે તેમનાથી કંઈ થવાનું નથી : વડાપ્રધાન મોદી

Text To Speech
  • મીડિયા સાથેની વાતચીતમાં આપ્યું મોટું નિવેદન
  • 2024ની ચૂંટણીને લઈ ભર્યો હુંકાર
  • ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ સામેની લડાઈમાંથી પાછા હટશે નહીં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેમની સરકારની ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહીથી કેટલાક લોકો નારાજ થયા છે, પરંતુ તેઓ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ સામેની લડાઈમાંથી પાછા હટશે નહીં, ભલે તેમના વિરોધીઓ તેમની વિરુદ્ધ ગમે તેટલું મોટું ગઠબંધન બનાવે. પીએમ મોદીએ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે ગુસ્સે ભરાયેલા અને ઘોંઘાટીયા લોકો છેલ્લા નવ વર્ષમાં તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઈમાનદાર વ્યવસ્થાને નષ્ટ કરવા માંગે છે, પરંતુ તેઓ તેમના ષડયંત્રમાં સફળ નહીં થાય.

શા માટે મોદીએ આપ્યું આ નિવેદન ?

પીએમ મોદીનું આ નિવેદન 2024ની લોકસભા ચૂંટણી માટે સત્તારૂઢ ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન બનાવવાના વિરોધ પક્ષોના જોરદાર પ્રયાસોને ધ્યાનમાં રાખીને આવ્યું છે. મોદીએ કહ્યું કે તેમની સરકારે ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી યોજનાઓ અને અન્ય ખર્ચાઓમાં હજારો કરોડના કૌભાંડો દૂર કર્યા છે. આનાથી કેટલાક લોકો માટે ભ્રષ્ટાચારના સ્ત્રોત બંધ થઈ ગયા છે. તેમણે કહ્યું કે આવા લોકો દુર્વ્યવહાર નહીં કરે તો બીજું શું કરશે.

જુદી-જુદી યોજનાઓએ જમીની સ્તરે મોટા ફેરફારો થયા

પીએમએ કહ્યું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી), વીજળી, પાણી અને શૌચાલય જેવી સરકારી યોજનાઓએ ગરીબોને સુરક્ષા અને ગૌરવની ભાવના આપી. આ યોજનાઓએ જમીની સ્તરે મોટા ફેરફારો કર્યા છે. જે લોકો દેશના વિકાસ પર બોજ છે એમ માનતા હતા તેઓ આજે વિકાસની ગાથા આગળ લઈ રહ્યા છે. શૌચાલય હોય કે સ્વચ્છતા, દરેક વર્ગના લોકોનું જીવન બહેતર બન્યું છે.

Back to top button